Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

બોગસ નંબર પ્‍લેટ બનાવવાના ગુનામાં પકડાયેલ બે આરોપીનો નિર્દોષ છૂટકારો

રાજકોટ તા. ૧૬ : રાજકોટ શહેરમાં  કોઠારીયા રોડ ઉપર બોગસ નંબર પ્‍લેટ સાથેના બાઈક સાથે ઝડપાયેલા ચાલક અને બોગસ નંબર પ્‍લેટ બનાવવાના ગુનામાં પકડાયેલા બે આરોપીનો પૂરતા પુરાવાને અભાવે નિર્દોષ છૂટકારો થયો છે.

આ અંગેની હકીકત મુજબ, તા. ૧૨- ૦૭-૨૦૨૧ના રોજ આજી ડેમ પોલીસ સ્‍ટેશનના પોલીસ સ્‍ટાફ વાહન ચેકિંગમા હતા તે દરમ્‍યાન કોઠારીયા ચોકડી તરફથી મોટર સાયકલ ઊભું રખાવી ચાલક પરેશ ભુપતભાઈ મકવાણાના  હિરો હોન્‍ડા કંપનીના સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ બાઈકની આગળની સાઇડમા નંબર પ્‍લેટ ન હતી અને પાછળની સાઇડ ગોલ્‍ડ અક્ષરે લખેલ ફેન્‍સી નંબર પ્‍લેટ હતી. તેણે પોલીસને બતાવેલ આર.સી. બુક અને મોટરસાયકલના નંબર જુદા જુદા હતા,  જેથી પોલીસે પંચોને બોલાવી પંચનામુ કરી અને મોટરસાયકલ તેમજ બોગસ નંબર પ્‍લેટ કબ્‍જે કરેલ. તેની પુછપરછમાં આ બોગસ નંબર પ્‍લેટ દિલીપ રમેશભાઈ મકવાણાએ બનાવેલ હોવાનું ખુલતા પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી આઈ.પી.સી. કલમ ૪૬૫, ૪૭૧, ૧૧૪, તથા એમ.વી.એકટ ૧૮૧ મુજબનો ગુન્‍હો દાખલ કર્યો હતો. આ કેસ ચાલવા ઉપર આવતા ફરિયાદ પક્ષ દ્વારા કુલ ૧૨ સાહેદોને તપાસવામાં આવ્‍યા હતા. બંને પક્ષની રજૂઆતો પુરાવા અને દલીલો બાદ અદાલતે  પોલીસે તપાસ કરેલ નથી, આવા મતલબની દલીલોને ગ્રાહ્ય રાખી બંન્ને આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.

આ કામમાં આરોપીઓ વતી એડવોકેટ રઘુવીર બસીયા રોકાયા હતા

(4:02 pm IST)