Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

શ્રી રામનવમીનું શાસ્ત્રોક્ત મહાત્‍મ્‍ય

ભગવાન શ્રી રામનો પ્રાગટય દિવસ ખૂબ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. ભગવાન શ્રીરામ તથા રામનવમી વિશે શાસ્ત્રોક્ત માં જે માહિતી આપવામાં આવી છે, તેમાંથી સાવ થોડી માહિતી, અતિ સંક્ષેપમાં, ભગવદ ભકતો તેમજ શ્રધ્‍ધાળુઓને ઉપયોગી થાય ફકત તે જ હેતુથી અહીં આવી છે.  (શ્રી રામનવમી ચૈત્ર સુદ-૯ તા. ૧૭ ને બુધવારના રોજ આવે છે.

શાષાનું પ્રમાણ : શ્રી નારદ મહાપુરાણ પૂર્વ ભાગ, ચતુર્થપાદ, વકતા સનાતન (ભગવાન શ્રી બ્રહ્માના માનસપુત્ર), શ્રોતા  શ્રી નારદજી.

રામનવમીનો પરિચય : ચૈત્ર મહિનાના શુકલ પક્ષમાં નવમી તિથી ભગવાન શ્રીરામનો પ્રાગટય દિવસ રામનવમી તરીકે ભક્‍તિપૂર્વક ઉજવવામાં આવે છે.

રામનવમીનું વ્રતઃ  જો અનુકુળ હોય તો તે દિવસે વિધિપૂર્વક ઉપવાસ કરવો, અશકત મનુષ્‍યએ મધ્‍યાહને શ્રીરામનો જન્‍મોત્‍સવ થાય તે પછી એક સમય ભોજન કરવું.

રામનવમીએ દાનઃ મનુષ્‍યએ પોતાની શ્રધ્‍ધા અને શકિત મુજબ ભગવાન શ્રીરામની પ્રસન્નતા માટે બ્રાહ્મણો તથા જરૂરીયાતવાળા લોકોને મિષ્ટાન સહિત અન્નદાન ગાય, ભૂમિ, તલ, સુવર્ણ, વષા અને આભૂષણ વગેરેનું દાન કરવું.

રામનવમીના વ્રતનું ફળઃ જે મનુષ્‍ય આ રીતે ભકિતપૂર્વક શ્રીરામનવમીનું વ્રત કરે છે, તે પોતાના પાપોનો નાશ કરીને શ્રી વિષ્‍ણુ ભગવાનના પરમધામમાં જાય છે.

ઈશાષાનું પ્રમાણઃ સ્‍કંદમહાપુરાણ - બ્રહ્મખંડ - ચાર્તુમાસ મહાત્‍મ્‍ય વકતા-ભગવાન શ્રી શંકર શ્રોતા - માતા પાર્વતી

રામ નામનું મહાત્‍મ્‍યઃ જે પરમાત્‍મા સ્‍થાવર-જંગમ-સર્વ પ્રાણીઓમાં અંતર્યામી આત્‍મારૂપે રમી રહયાં છે. તે પરમાત્‍મા રામ કહેવાય છે. દેવો પણ રામ નામના ગુણગાન ગાય છે., હે દેવી પાર્વતી ! તમે પણ રામ નામનો જાપ કરો આ પળથ્‍વી પર રામ નામથી વધીને કોઈ પાઠ કે જપતપ નથી.. રામ એ મંત્રનો રાજ છે. તેનાથી સહષા નામોનું ફળ મળે છે.. રામ એ સર્વ તિર્થોનું ફળ કહેવાય છે, રામ એ બે અક્ષરનો મંત્ર સર્વ પાપનો નાશ કરનાર છે., મનુષ્‍ય હરતાં-ફરતાં સુતી વખતે પણ રામનામનું સ્‍મરણ કરે તો શ્રીરામની કળપાથી સુખી થાય છે.

શાષાનું પ્રમાણઃ શ્રીમદ્‌ ભગવતી ભાગવત સ્‍કંધ-૯, અધ્‍યાય-૩૦ વકતા શ્રી યમરાજ, શ્રોતા સાવિત્રી

રામનવમીના વ્રતનું મહાત્‍મ્‍યઃ જે મનુષ્‍ય ભરતખંડમાં રામનવમીનું વ્રત કરે છે તે સાત મન્‍વંરો (૧ મન્‍વંતર બરાબર ૩૦,૬૭,૨૦૦૦૦ એટલે કે ત્રીસ કરોડ સડસઠ લાખ વીસ હજાર વર્ષ) સુધી વૈકુંઠમાં આનંદ કરે છે... મનુષ્‍ય જન્‍મ પામીને તે શ્રી રામભકિત મેળવે છે.... (૧.૧)

આ લેખ લખનારનું વ્‍યતિપાત યોગ વિશેનું પ્રવચન ૮-ભાગમાં તથા શ્રીકળષ્‍ણ જન્‍માષ્ટમી, રાધાઅષ્ટમી, ચાર્તુમાસ મહાત્‍મ્‍ય, તુલસી, રૂદ્રાક્ષ અને પીપળાના પુજનનું મહત્‍વ,  ૧ લાખ અશ્વમેઘ યજ્ઞનું પુણ્‍ય ઘરબેઠા મેળવો વિગેરે યુટયુબ માં મોરે શ્‍યામ ચેનલ ઉપર ઉપલબ્‍ધ છે.(૯.ર૪)

સંકલન : શ્રી નિશીથભાઈ ઉપાધ્‍યાય

સ્‍પીરીચ્‍યુઅલ કન્‍સલટન્‍ટ અને એસ્‍ટ્રોલોજર

મો. નં. ૭૮૭૪૨ ૯૫૦૭૪ મો. નં. ૯૩૧૩૬ ૯૨૪૪૧

(2:21 pm IST)