Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

જાગનાથ મંદિરે મહાદેવ સમક્ષ માથું નમાવી પરષોત્તમ રૂપાલા ફોર્મ ભરવા નીકળી ગયા: બહુમાળી ભવન પાસે સભા સ્થળે પહોંચ્યા: શહેરમાં જડબેસલાક બંદોબસ્ત

ક્ષત્રિય સમાજના ભારે વિરોધ અને સરકાર સાથેની મંત્રણા નિષ્ફળ ગયા પછી આજે સવારે ભારતીય જનતા પક્ષના રાજકોટના ઉમેદવાર શ્રી પરષોત્તમ રૂપાલા ફોર્મ ભરવા માટે નીકળી ગયા છે.

જાગનાથ મંદિરેથી ભવ્ય રેલી નીકળી હતી. અત્યારે સવા દસ વાગ્યે બહુમાળી ભવન પાસે સભા સ્થળે પહોંચેલ છે. પોલીસનો સમગ્ર શહેરમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે

જાગનાથ મંદિરે મહાદેવ સમક્ષ શિશ ઝુકાવી બહુમાળી ભવન તરફ રેલીએ પ્રયાણ કરેલ અને ૧૨.૩૯ કલાકે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે.

આ રેલીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજકોટના મેયર, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા પણ જોડાયા હતા.

(10:41 am IST)