Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

મહિલા દિવસ નિમિતે જૈન વિઝન મહિલા વિંગ દ્વારા ‘શક્‍તિ વંદના' : વિવિધ ક્ષેત્રે સફળ મહીલાઓનું સન્‍માન

રાજકોટ : જૈન વિઝન મહિલા વિંગ દ્વારા જૈન વિઝન ટીમના સંયોજક મિલન ભાઈ કોઠારીના માર્ગદર્શન હેઠળ નારી શક્‍તિની સફળતાને બિરદાવવા શક્‍તિ વંદના' કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. એક જ મંચ પર જુદા જુદા ક્ષેત્રની ૭૦ જેટલી સફળ મહિલાઓને આમંત્રિત કરી દરેકનું એવોર્ડ આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.મહિલાઓની કામગીરી અને સફળતાને પ્રોત્‍સાહિત કરવા શહેરના અગ્રણીઓ એમ. બી. જાડેજા  Jmj ગ્રુપ, ડો. એમ. વી. વેકરીયા સુશ્રુત  હોસ્‍પિટલ, રક્ષાબેન બોળીયા પ્રભારી જિલ્લા ભાજપ મહિલા મોરચો, સીમાબેન જોષી પ્રમુખ જીલ્લા ભાજપ, શ્રીમતી કાશ્‍મીરાબેન નથવાણી ભાજપ અગ્રણી, ડો. બબીતા હપાણી Md Dm oncologist, કુ.જીજ્ઞાબેન પટેલ મહામંત્રી જીલ્લા ભાજપ મહિલા મોરચો, પ્રીતિબેન સુનિલભાઈ શાહ, કાનનબેન જીતુભાઈ ચા વાળા, vtv ન્‍યુઝના પત્રકાર ધર્મેશભાઈ વેધ, જૈન વિઝનના ભરત દોશી, પલવીબેન હેમલભાઈ મહેતા, રક્ષાબેન પ્રતાપભાઈ વોરા, શીલાબેન શૈલેષભાઈ માઉં, મિતલબેન વોરા પત્રકાર આજકાલ, શ્રીમતી વીણાબેન શેઠ, હિરલબેન નીરવભાઈ મહેતા, જૈન અગ્રણી તનસુખભાઈ સંઘવી, અરુણભાઈ નિર્મળ સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. મહેમાનોના હસ્‍તે દીપ પ્રાગટ્‍ય કરી કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્‍યો હતો. અમીષાબેન દેસાઈએ સ્‍વાગત ઉદબોધન કર્યા બાદ મુખ્‍ય વક્‍તા કણસાગરા કોલેજના વાઇસ પ્રિન્‍સિપાલ ડો. જયોતિ રાવલ રાજયગુરુ અને સ્‍ટાર્ટઅપ એન્‍ટરપ્રીન્‍યોર, મલ્‍ટી ડીસીપ્‍લીનરી ડિઝાઇનર સોશિયલ રીફોર્મ એન્‍ડ સ્‍ટ્રેટેજિસ્‍ટ કરિશ્‍મા દોશીએ કાર્યક્રમનો દોર સંભાળી લીધો હતો. કાર્યક્રમમાં હાસ્‍ય કલાકાર ડો. અવની વ્‍યાસ, ડો.રાજેશ્રી ડોડીયા, પ્રીતિબેન દોશી, ડો. ખ્‍યાતિ વસાવડા, ડો. ઉર્વી સંઘવી, જુલીબેન સાવલિયા, ભાવનાબેન ગોંડલીયા ઉપરાંત જુદા જુદા ક્ષેત્રની મહિલાઓને એવોર્ડ આપી સન્‍માનિત કરાયા હતા. જેમ કે બિઝનેસ ક્ષેત્રે (૧) ઋત્‍વીબેન શાહ સોનમ, (૨) કરિશ્‍માબેન દોશી, ર્ંબ્‍યુટી પાર્લર ક્ષેત્રે (૧) તૃપ્તિબેન જાની, (૨) અંજુબેન પાડલીયા, (૩)વૈશાલીબેન સંઘાણી, ટેલિવિઝન ફિલ્‍મ ક્ષેત્રે (૧) વૃંદા નથવાણી, હોમ મેકર ક્ષેત્રે (૧) પ્રીતિબેન સુનીલ ભાઈ શાહ, બિલ્‍ડર ક્ષેત્રે (૧)  દર્શનાબેન પટેલ (૨) મોનાબેન રોકડ, ર્ંઆત્‍મ નિર્ભર મહિલા તરીકે (૧) નિશાબેન દોશી, (૨) ખુશ્‍બુબેન ભરવાડા, (૩) કિંજલબેન અનિકભાઈ શેઠ, (૪) હેત્‍વીબેન હળવદીયા, વકિલાત ક્ષેત્રે (૧) રંજનબેન રાણા, (૨) ચેતનાબેન કાછડીયા, એન્‍કરિંગ ક્ષેત્રે (૧) ઋશાલીબેન સગાલા (૨) મેઘનાબેન બારડ, (૩) ડોલીબેન વસાણી, સ્‍પોર્ટ્‍સ ક્ષેત્રે  (૧) આયુષીબેન વ્‍યાસ, (૨) હેમાલીબેન દેસાઈ, ન્‍યુઝ રિપોર્ટર ક્ષેત્રે (૧) ધારાબેન નગેવાડીયા (દિવ્‍ય ભાસ્‍કર), (૨) ભાવિનીબેન વસાણી (ગુજરાત મીરર), ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ ક્ષેત્રે (૧) નેહાબેન મહેતા ટ્રાન્‍સગ્‍લોબ, (૨) નિમાબેન ઝાલા, સિંગીંગ ક્ષેત્રે (૧) ચૈતાલીબેન છાયા, (૨) ગાથાબેન પોટા, (૩) વિધિબેન ઉપાધ્‍યાય મહિલા ગૃહ ઉદ્યોગ  ક્ષેત્રે (૧) ઉર્મિલાબેન વોરા, (૨)મેઘાબેન મહેતા, સાહિત્‍ય ક્ષેત્રે (૧) ડો. અશ્વિની જોશી શાહ, પોલીસ ક્ષેત્રે બનોબેન જોશી (જેલર), ન્‍યુઝ એન્‍કર ક્ષેત્રે (૧) વિનીબેન વડગામા, હોટલ મેનેજમેન્‍ટ ક્ષેત્રે (૧) ડોલીબેન માણેક માર્કેટિંગ અને પીઆર સરાઝા સાહસિક ક્ષેત્રે (૧) ભાર્ગવી વ્‍યાસ, ગોપાલક ક્ષેત્રે (૧) સવિતા બેન વીરજીભાઈ રાદડિયા, (૨) મજુલબેન ગોંડલિયા બરવાળા, ખેતી ક્ષેત્રે (૧) સોનલબેન રાબડિયા, એજયુકેશન ક્ષેત્રે (૧) વનિતાબેન રાઠોડ, (૨) અર્ચના રાઠોડ, સેવા સંસ્‍થા ક્ષેત્રે (૧) આશાબેન શાહ, કુકિંગ (૧) અમીબેન ગણાત્રા (૨) હેતલબેન માંડવીયા, સમાજ સેવિકા ક્ષેત્રે (૧) સોનલબેન ડાંગરીયા, (૨) અનિતાબેન શાહ, આર.જે ક્ષેત્રે (૧) આર. જે. નુપુર, (૨) આર. જે. આભા, યોગા ક્ષેત્રે (૧) પ્રાજંકતાબેન મેહેતા, (૨) નીલમબેન સુતરીયા, ન્‍યુઝ ઓનર (૧) મીરાબેન દોશી મણિયાર, (૨) ડોલીબેન અનિરુદ્ધ નકુમ, સોશિયલ મીડિયા મેનેજમેન્‍ટ ક્ષેત્રે (૧) મિતાલીબેન વરૂણ દોશી, (૨) ધારાબેન પાબારી, કોરિયોગ્રાફર ક્ષેત્રે (૧) મિતલબેન હરસોડા, (૨) દેવાંગીબેન મહેતા, નૃત્‍ય ક્ષેત્રે (૧) ક્રિષ્‍નાબેન સાંગાણી, (૨) વંદનાબેન સાંગાણી, ડ્રોઈંગ ક્ષેત્રે (૧) મીતાબેન ભટ્ટ, (૨)  નિકિતાબેન પટેલને એવોર્ડ આપી સન્‍માનીત કરાયા હતા. આભારવિધિ શ્રીમતી જલ્‍પાબેન પતિરાએ કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહિલા પત્રકાર અને ઉદદ્યોષક ભાવના દોશીએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જૈન વિઝન મહિલા વીંગના અમીશાબેન દેસાઈ, જલ્‍પાબેન પતિરા, હિમાબેન શાહ, વંદનાબેન ગોસલીયા, બીનાબેન સંઘવી, ઉષાબેન પારેખ, મનિષાબેન શેઠ, બીનાબેન શાહ, ભાવિકાબેન શાહ, મનીષભાઈ પારેખ, સોનલબેન રાજીવભાઈ ઘેલાણી, બીના નીતિનભાઈ મહેતા, કાજલબેન દેસાઈ, બીનલબેન ગાંધી, શીતલબેન કોઠારી, દીપલબેન વોરા, અંકિતાબેન મેહેતા, આશાબેન સંઘવી, મોનિકા દોશી, હેમાબેન વોરા, નમ્રતાબેન બોટાદરા, જિલબેન, નીતાબેન કામદાર,  રીટાબેન પાડલિયા, જયશ્રીબેન દોમડીયા, કોમલબેન મહેતા, સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં આવનાર દરેકને અવનવી ગિફ્‌ટથી નવાજવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન જૈન વિઝનના સંયોજક મિલન કોઠારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં વિશેષ સહયોગ સોનમ ક્‍વાટર્સ, Jmj ગ્રુપ, વેદાંત મલ્‍ટી સ્‍પેશિયાલિટી હોસ્‍પિટલ, ગોપાલ નમકીન, દાવત બેવરેજિસ, નીલમ ચા, સુશ્રુત હોસ્‍પિટલ, ઇવેન્‍ટ પાર્ટનર યુનિક ઇવેન્‍ટ, ડિઝાઇન પાર્ટનર, કોન્‍સેપ્‍ટ ક્રિએશન અને સમગ્ર આયોજન હોટલ પાઈનવીટા ખાતે રાખવામાં આવેલ હતું.

(3:52 pm IST)