Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ગોલમાલની શંકા એ....

સ્માર્ટ સીટીનું ટેન્ડર ઘોંચમાં: રિ-ટેન્ડરની શકયતા ટેકનીકલ - ફાઇનાન્સિયલ ડી.પી.આર.ના ટેન્ડરની પ્રિ-બીડ યોજાઇ ગઇ છતાં મંજૂરીની પ્રક્રિયા અટકી

ટેકનીકલ - ફાઇનાન્સિયલ ડી.પી.આર.ના ટેન્ડરની પ્રિ-બીડ યોજાઇ ગઇ છતાં મંજૂરીની પ્રક્રિયા અટકી

રાજકોટ તા. ૧૬ : રૈયા વિસ્તારમાં ૩૦૦ કરોડના સ્માર્ટ સીટીનું ટેન્ડર ઘોંચમાં હોવાનું અને હવે આમા રિ-ટેન્ડર કરવું કે નહી તે બાબતે તંત્રવાહકોએ ગંભીરતાથી વિચારણા શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ એકાદ મહિના અગાઉ રૈયા સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ માટે ડી.પી.આર. સહિતની તમામ કામગીરી માટે ટેન્ડરોની પ્રિ-બીડ યોજાઇ હતી પરંતુ તે હજુ મંજુર થયું નથી.

આ બાબતે કોર્પોરેશનની લોબીમાં ચર્ચાતી વિગતો મુજબ સ્માર્ટસીટી ડેવલપમેન્ટ માટે જે ટેન્ડરો આવેલ તેમાં એક જ પાર્ટીને બદલે જુદી-જુદી એજન્સીઓ ટેકનીકલ - ફાઇનાન્સીયલ અને ડી.પી.આર.ની કાર્યવાહી કરવાની હતી.

આમ, આ પ્રકારે જો ટેન્ડર મંજુર થાય તો ગોલમાલની શકયતા રહે માટે એક જ પાર્ટી તમામ કાર્યવાહી કરે તે હીતાવહ છે. આ માટે હાલમાં ટેન્ડર મંજુરીની પ્રક્રિયા અટકી છે. કેમકે ટેન્ડર રદ્દ કરી અને રિ-ટેન્ડર કરવું કે પછી આ જ પાર્ટી સાથે વાટાઘાટો કરવી તે બાબત હજુ વિચારણામાં હોવાનું જાણવા મળ્યું છે.

(4:22 pm IST)