Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ઢીલ દે ઢીલ દે દે રે ભૈયા... એ કાય પો છે.... પતંગ પર્વની ઉજવણી

રાજકોટ : પતંગપ્રેમીઓએ મકરસંક્રાંતિ પર્વની મોજથી ઉજવણી કરી હતી. ભુલકાઓથી માંડી મોટેરાઓએ આખો દિવસ અગાસી, ધાબાઓ ઉપર વિતાવી પતંગના પેચ લગાવ્યા હતા. પરંતુ પવનનું જોર થોડુ ઓછુ રહેતા પતંગ પ્રેમીઓમાં થોડી નિરાશા વ્યાપી હતી. આમ છતાં પતંગ ઉડે તેવો પવન ફૂંકાતા પતંગપ્રેમીઓને જલ્સા પડી ગયા હતા. બપોરના સમયે પવન સાવ શાંત થઈ ગયો હતો. તો રાજનેતાઓએ પણ એક દિવસ પતંગ ઉડાડવાની મજા માણી લીધી હતી. ઉકત તસ્વીરોમાં મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય તેમના ધર્મપત્નિ સાથે, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શ્રીમતી વંદનાબેન નીતિનભાઈ ભારદ્વાજ, મ્યુ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, કૈલાશબેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, મહાપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા, હરેશભાઈ જોષી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, જયંત ઠાકર સહિતના આગેવાનોએ પરીવારજનો સાથે પતંગ ઉડાડવાની મજા માણી હતી. સાંજના સમયે લોકોએ આતશબાજી, ફટાકડા ફોડ્યા હતા. દરમિયાન  મેયર બંગલા ખાતે કલેકટર ડો. વિક્રાંત પાંડે, પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, ભાજપ પ્રદેશ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, મહામંત્રી દેવાંગ માંકડ, કિશોર રાઠોડ, ઉપપ્રમુખ મનીષ ભટ્ટ, કેતન પટેલ, રાબીયાબેન સરવૈયા, કંચનબેન સિદ્ધપુરા, મંત્રી મહેશ રાઠોડ, વિક્રમ પૂજારા, રઘુભાઈ ધોળકીયા, કલ્પનાબેન કીયાડા, જયોત્સનાબેન હળવદીયા, આશાબેન ઉપાધ્યાય, કોર્પોરેટરો બાબુભાઈ આહિર, અંજનાબેન મોરજરીયા, ડો. દર્શિતાબેન શાહ, મીનાબેન પારેખ, રૂપાબેન શીલુ, બીનાબેન આચાર્ય, અશ્વિન ભોરણીયા, અનીતાબેન ગોસ્વામી, અલ્કાબેન કામદાર, મુકેશ મહેતા, મનહરભાઈ બાબરીયા, કોર્પોરેશનના સેક્રેટરી રૂપારેલીયાભાઈ, પીએ ટુ મેયર હિન્ડોચાભાઈ, રાણપરાભાઈ, સુનિલભાઈ ઉપાધ્યાય, ગૌતમ ગોસ્વામી સહિતનાએ પતંગોત્સવની સાથે તલ - ચીકી, જીંજરા, શેરડીની લિજ્જત માણી હતી. તેમજ ડી.જે.ના સથવારે મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(12:59 pm IST)