Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ઓલ ઇન્ડિયા લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન

રાજકોટઃ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ દ્વારા આજરોજ યોજાયેલ પદવીદાન સમારંભમાં હાજર રહેલ તમામ મહેમાનોનૂં સ્વાગત સંસ્થાના રીજીયોનલ ડાયરેકટર ડો. ચંદન કરકરેએ કરેલ ત્થા પોતાના પ્રાસંગીક પ્રવચનમાં સંસ્થાનો ટુંકમાં પરિચય આપી અને ઇનામો પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યું હતું. સંસ્થાના પૂર્વ પ્રિન્સીપાલ ડો.આર.ડી.વ્યાસે મેયરશ્રીનું શાલ ઓઢાડી અને મોમેન્ટોથી સન્માન કર્યુ હતું. અંતમાં સંસ્થાના આસી.ડાયરેકટર સોનલ જોષી આભાર દર્શન અને સૌને મકરસંક્રાતિની શુભેચ્છા પાઠવેલ આ કાર્યક્રમને સફળ બનાવવામાં રાજકોટ સંસ્થાના તમામ કર્મચારીઓએ જહમેત ઉઠાવેલ. તસ્વીરમાં વિદ્યાર્થી સન્માન કર્યુ તે દર્શાય છે.

(9:48 am IST)