Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

રાજકોટ શહેર-જીલ્લાની ૮ વિધાનસભા બેઠકની મતગણત્રી કોલેજના કયા હોલમાં થશે

રાજકોટ : સોમવારે રાજકોટ શહેર-જીલ્લાની ૮ વિધાનસભા બેઠકની મતગણત્રી કણકોટ ખાતે આવેલ એન્જીનીયરીંગ  કોલેજ ખાતે થશે, કયાં બિલ્ડીંગના કયાં હોલમાં કઇ બેઠકની ગણત્રી થશે તે વ્યવસ્થા આ મુજબ છે.

તો ૬૮ -રાજકોટ (પૂર્વ) ની મતગણતરી કોલેજના આઇ. સી. બીલ્ડીમાં (હોલ નં.૧૦૪)  માં,૬૯ રાજકોટ (પશ્ચિમ)ની મતગણતરી કોલેજના આઇ. સી. બીલ્ડીંગમાં (હોલ નં. ૧૦૩) માં ૭૦ રાજકોટ (દક્ષિણ) કોલેજના ઇ. સી. બિલ્ડીંગ (ગ્રાઉન્ડ ફલોર) માં હોલ નં. ૦રર, ૭૧ માં થશે.

રાજકોટ (ગ્રામ્ય) (અ.જા) ની મતગણત્રી કોલેજના ઇ. સી. બીલ્ડીંગના હોલ નં. ૦૦પ- ૭ર જસદણની મતગણતરી કોલેજના ઇ. સી. બીલ્ડીંગના હોલ નં. ૧૦૪ માં, ૭૩-ગોંડલની કોલેજના આઇ. સી. બિલ્ડીંગના હોલ નં. ૧૦ર માં, ૭૪-જેતપુર વિધાનસભાની મતગણતરી કોલેજના આઇ. સી. બિલ્ડીંગના હોલ નં. ૦૦૩ માં અને ૭પ-ધોરાજી વિધાનસભા વિસ્તારની મતગણતરી કોલેજના આઇ. સી. બીલ્ડીંગના હોલ નં. પ માં હાથ ધરાશે.

(4:08 pm IST)