Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

વોર્ડનં.૪,૫,૬,૧૫ અને ૧૬માં જરૂરીયાતમંદ પરિવારોને રાશનકીટ વિતરણ

રાજકોટઃ શહેર ભાજપ અને મલબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડસ રાજકોટ દ્વારા શહેરની વિધાનસભા -૬૮માં સમાવિષ્ઠ વોર્ડ નં.૪,૫,૬,૧૫ અને ૧૬માં વસતા જરૂરીયાતમંદોને રાશન કીટ વિતરણ કરવામાં આવ્યું હતુ.     આ તકે ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, શહેર ભાજપ મહામંત્રી કીશોર રાઠોડ , શહેરના મેયર ડો. પ્રદીપ ડવ, રક્ષાબેન બોળીયા, કશ્યપ શુકલ, અશોક લુણાગરીયા, સોનલબેન ચોવટીયા, કલ્પનાબેન કીયાડા, શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડીત, દીપક પનારા, જીણાભાઈ ચાવડા, રમેશ પરમાર, અશ્વીન મોલીયા, સી.ટી. પટેલ, દીનેશ ચૌહાણ, કાનાભાઈ ઉધરેજા, દીનેશ ઘીયાળ, મુકેશ ધનસોતા, દીનેશ ડાંગર, ઘનશ્યામ કુંગશીયા, દુષ્યંત સંપટ, વીરમભાઈ રબારી, સોમભાઈ ભાલીયા, મહેશ બથવાર, રત્નાભાઈ મોરી, ભાર્ગવ મીયાત્રા, જીતુભાઈ સીસોદીયા, જતીન પટેલ, વોર્ડના કોર્પોરેટરો પરેશ પીપળીયા, કાળુભાઈ ડકુંગશીયા, નયનાબેન પેઢડીયા, કંકુબેન ઉધરેજા, દીલીપ લુણાગરીયા, હાર્દીક ગોહીલ, વજીબેન ગોલતર, રસીલાબેન સાકરીયા, ભાવેશ દેથરીયા, પરેશ પીપળીયા, દેવુબેન જાદવ, મંજુબેન કુંગશીયા, નરેન્દ્ર ડવ, કંચનબેન સિઘ્ધપુરા, સુરેશ વસોયા, રૂચીતાબેન જોશી  સાથે મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડસના વિજયભાઈ બુલચંદાણી અને નૌશાદ અલી પણ ઉપસ્થિત રહયા હતા.  સ્વાગત પ્રવચન અને આભાર વિધિ વિજયભાઈ બુલચંદાણીએ અને ધનસુખ ભંડેરી અને કમલેશ મિરાણીએ પ્રાશંગીક પ્રવચન કર્યું હતુ. કીટ વિતરણની વ્યવસ્થા   કિશોર રાઠોડના માર્ગદર્શન હેઠળ વિધાનસભા-૬૮ના વોર્ડના પ્રભારીઓ, વોર્ડ પ્રમુખ, મહામંત્રીએ તથા  કાર્યાલય ખાતેથી વ્યવસ્થા અનિલભાઈ પારેખ અને હરેશભાઈ જોષીએ સંભાળી હતી.

(4:07 pm IST)