Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

આજી-ન્યારી-ભાદરમાં નવા પાણીની આવક નહી થતા

રાજકોટને નર્મદા નીર આપવા મુખ્યમંત્રીને પત્ર પાઠવતા મેયર

સૌની યોજના મારફત આજીમાં પાણી ઠાલવવા અથવા નર્મદા કેનાલની પાઇપ લાઇન યોજનામાંથી પાણીની દૈનિક ઘટ પૂર્ણ કરવા નર્મદા નીર આપવા માગણી કરતાં મેયર

રાજકોટ તા. ૧પ :.. વરસાદની રાહ હવે સમગ્ર દેશ જોઇ રહ્યો છે. જો કે હવે સારા વરસાદનાં સંજોગોની આશા હવામાન વિભાગે વ્યકત કરી છે. પરંતુ આમ છતાં જો વરસાદ ખેંચાઇ તો શહેરમાં દરરોજ ર૦ મીનીટ પાણી વિતરણની વ્યવસ્થા જળવાઇ રહે તે માટે મ.ન.પા.નાં ઇજનેરોએ 'પ્લાન-બી' તૈયાર રાખ્યો છે.

અને આ માટે જૂલાઇમાં જરૂરીયાત મુજબ સૌની યોજનાનાં માધ્યમથી રાજકોટનાં આજી અને ન્યારી ડેમમાં નર્મદા નીર ઠાલવવા માટે મેયર પ્રદિપભાઇ ડવ દ્વારા મુખ્યમંત્રીશ્રિ વિજયભાઇ રૂપાણીને પાઠવ્યો છે.

આ અંગે મેયર ડો. પ્રદિપ ડવએ મુખ્યમંત્રીને પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, હાલ રાજકોટ શહેરની પાણીની દૈનિક ર૦ મીનીટ પાણી વિતરણ માટે રો-વોટરની કુલ જરૂરીયાત ૩પપ એમએલડી છે. તે પૈકી ૧રપ એમએલડી જીડબલ્યુઆઇએલ. મારફત નર્મદા પાઇપ લાઇન યોજના દ્વારા ન્યારા તથા બેડી ઓફટેક ખાતે મેળવવામાં આવે છે. જેથી વિદીત થવા વિનંતી.

આજરોજ સ્થાનીક જળાશયોમાં ઉપલબ્ધ જળ જથ્થાની સ્થિતિ અંગે સમિક્ષા કરતા આજી-૧ ડેમ ખાતે રપ૩.૩પ એમ. સી. એફ. ટી. જળ જથ્થો ઉપલબ્ધ છે, જે હાલના ઉપાડ અનુસાર તા. ૩૧ જુલાઇના રોજ અંદાજે માત્ર ૧ર૦ એમ. સી. એફ. ટી. ઉપલબ્ધ હશે.

આજી-૧ ડેમ, ડેડ વોટર ખાતે આવેલ ફલોટીંગ બાર્જ માઉન્ટેડ એસ. સી. એફ. પમ્પના વર્ટીકલ કોલમ પાઇપ લંબાવીને દૈનિક ૬પ એમ. એલ. ડી. રો વોટર મેળવવાનૂં રાબેતા મુજબ  ચાલુ રહેશે. પરંતુ આજી-૧ ડેમના વાલ્વ ટાવર ગ્રેવીટી દ્વારા આજી પમ્પ હાઉસના સંપમાં દૈનિક ૬૦ એમ.એલ.ડી.રો વોટર મેળવ પમ્પીંગ દ્વારા આજી ફિલ્ટર પર ટ્રાન્સફર કરવામાં આવે છે જેમાં આજી-૧ ડમેની જળ સપાટીનું લેવલ ઘટવાથી ગ્રેવીટી આજી પમ્પ હાઉસ ખાતે મળતા જળ જથ્થામાં ક્રમશઃ ઘટાડો થાય જેથી સીધી અસર દૈનિક ર૦ મીનીટ પાણી વિતરણ વ્યવસ્થાને થશે.

આજરોજ તા.૩૧ જુલાઇ સુધીમાં ચોમાસાની ઋતુને અનુલક્ષીને જો નોંધપાત્ર વરસાદ ન થાય તો અને સ્થાનિક જળાશયમાં કોઇ જ નવા પાણીની આવક ન થાય તો આગામી દિવસોમાં અપુરતો વરસાદ થવાના સમયે સ્થાનિક જળાશયમાં ઉપલબ્ધ માર્યાદિત જળ જથ્થાને અનુલક્ષીને આગોતરૂ આયોજન કરવું જરૂરી જણાય છે.

આધરે આજી ફિલ્ટર પ્લાન ખાતે  આજી-૧ ડેમમાં અગાઉની માફક 'સૌની' યોજનામાંથી હાલ તુરંત ૧ માસની જરૂરિયાત મુજબનો આશરે ૧પ૦ એમ.સી.એફ.ટી. જળ જથ્થો ઠાલવવામાં આવે.

અથવા નર્મદા કેનાલ યોજના આધારિત પાઇપલાઇન પ્રોજેકટની એન.સી.-૧ર લાઇન (હડાળા-કોઠારીયા ફિલ્ટર પ્લાન્ટ) પરના આજી ફિલ્ટર ખાતેના ઓફટેક મારફત દૈનિક ક્રમશઃ ઘટના જથ્થાની પૂર્તતા ચાલુ સાલ ર૦ર૧ ના ચોમાસાના વરસાદ બાદ અજી-૧ જળાશયમાં નવી જળ રાશી ઉપલબ્ધ થાય ત્યા સુધી નર્મદા ચાલુ રાખવા આયોજન કરી શકાય. મેયરશ્રીએ પત્રના અંગે જણાવ્યું છે. કે રાજકોટ શહેરમાં દૈનિક ર૦ મિનીટ પાણી પુરવઠો સુચારૂ રૂપે જાળવી રાખવા માટે એ આવશ્યક જણાય છે કે ઉકત ર વિકલ્પ પૈકી યોગ્ય જણાય તે વિકલ્પે જરૂરી જળ જથ્થો આજી-૧ ખાતે ઉપલબ્ધ કરાવવા મ્યુનિસિપલ કમિશ્નરશ્રીએ નર્મદા જળસંપતિ તથા કલ્પસર વિભાગના સચિવશ્રીને પત્ર પાઠવેલ છે.

સરકારે માંગ્યુ ત્યારે પાણી આપ્યું છે.

આ તકે મેયર પ્રદિપ ડવે એ બાબતનો ખાસ ઉલ્લેખ કર્યો હતો કે ભુતકાળમાં રાજકોટને જયારે-જયારે જરૂર પડી ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાીણએ રાજકોટને સૌની યોજના મારફત નર્મદાનીર ચાલુ કરાવ્યા છે. તેવીજ રીતે આ વખતે પણ જરૂર પડયે નર્મદાનીર ડેમમાં ઠાલવવાનું ચાલુ કરી દેવાશે તેવી આશા છે. (પ.રપ)

  • શહેરને પાણી પુરૂ પાડતા મુખ્ય જળાશયોમાં હાલ કેટલો જળ જથ્થો ઉપલબ્ધ
(3:12 pm IST)