Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

રવિવારે બ્રહ્મસમાજ ઓપન સૌરાષ્‍ટ્ર ટેનીસ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો રેલ્‍વે ગ્રાઉન્‍ડે મેગા ફાઈનલ

રાજકોટ, તા. 15 :. સમસ્‍ત બ્રહ્મસમાજ-રાજકોટ દ્વારા આયોજીત ઓપન સૌરાષ્‍ટ્ર ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્‍યુ હતું. જેમાં વિવિધ શહેરોમાંથી કુલ ૨૪ ટીમોએ ભાગ લીધેલ. ટૂર્નામેન્‍ટનો પ્રારંભ ૨૧ જાન્‍યુઆરીથી શરૂ કરી અને છેલ્લા પાંચ રવિવારથી લીગ મેચો રમાય રહી છે. આગામી ૧૮ને રવિવારના સવારે ચાર ટીમો વચ્‍ચે સેમી ફાઈનલ અને બપોરે ૩ કલાકે બે ટીમો વચ્‍ચે ફાઈનલ મેચ રમાશે. જેમા સેમી ફાઈનલમાં પ્રવેશેલ ચારેય ટીમોને આઈ.પી.એલ.ની જેમ વિવિધ રંગના પોશાક આપવામાં આવશે. સેમી ફાઈનલમાં પ્રવેશ ચાર ટીમોમાં (૧) મુરલીધર ઈલેવન (૨) ભૂદેવ ઈલેવન (૩) દ્વારકેશ ઈલેવન (જામનગર) (૪) ભૂદેવ સેવા સમિતિ ઈલેવનનો સમાવેશ થાય છે.

સમગ્ર ટૂર્નામેન્‍ટના આયોજન માટે કશ્‍યપભાઈ શુકલના માર્ગદર્શન હેઠળ પ્રોજેકટ ઈન્‍ચાર્જ દર્શિતભાઈ જાની, હિતેષભાઈ જાની, મયુરભાઈ પાઠક, કિશોરભાઈ જાની, જીજ્ઞેશભાઈ ઉપાધ્‍યાય, ધવલભાઈ, રાહુલભાઈ, જાનીભાઈ (દાદા), રાજુભાઈ ભટ્ટ, કરણ જાની વગેરે ખાસ જહેમત ઉઠાવી રહ્યા છે. સમસ્‍ત બ્રહ્મસમાજના આ આયોજનને અભિનંદન મળી રહ્યા છે.

દર્શિતભાઇ જાનીની યાદી જણાવે છે કે આ પ્રકારના આયોજનથી બ્રહ્મ યુવાનોની ક્રિકેટ પ્રતિભાને યોગ્‍ય પ્‍લેટફોર્મ મળી રહ્યું છે તેમજ તેમની આ પ્રતિભાનો સમાજને લાભ અવશ્‍ય મળશે.

સમગ્ર ટુર્નામેન્‍ટમાં અત્‍યાર સુધીમાં વિવિધ ટીમોના કેટલાક ખેલાડીઓએ શ્રેષ્‍ઠ પ્રદર્શન કરેલ છે. જેમાં સુદીપ મહેતા, અંકિત સોમપુરા, હેમલ બક્ષી, સ્‍વામી, દેવેન, કશ્‍યપ, કિશન વગેરેનો સમાવેશ થાય છે. બ્રહ્મ યુવાનોનો ઉત્‍સાહ તથા પ્રચંડ પ્રતિભાવ જોતા આગામી દિવસોમાં સમસ્‍ત બ્રહ્મ સમાજ-રાજકોટ દ્વારા રાત્રી પ્રકાશ સિઝન ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન પણ કરવામાં આવશે તેવો મને દ્રઢ વિશ્વાસ છે. આગામી રવિવારના ફાઇનલ મેચમાં બહોળી સંખ્‍યામાં બ્રહ્મમિત્રો ઉપસ્‍થિત રહી રમતવીરોનો ઉત્‍સાહ વધારાશો તેવી મને ખાત્રી છે.

(3:57 pm IST)
  • નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા મલાલા યુસુફઝાઈએ સ્ત્રીઓનાં માસિક ચક્ર વખતે સ્વચ્છતા જાળવવાની સાથોસાથ એવી સ્ત્રીઓની અવગણના ન કરવાનો સંદેશ આપતી બોલીવૂડની ફિલ્મ ‘પેડ મેન'ની પ્રશંસા કરી છે. હવે ‘પેડ મેન'નાં નિર્માતાઓ મલાલા માટે સ્પેશિયલ શો યોજવાની તૈયારીમાં છે, એવું ફિલ્મના દિગ્દર્શક આર. બાલ્કીએ જણાવ્યું હતું. access_time 11:57 pm IST

  • અમિતભાઈ શાહ આજે અમદાવાદમાં પણ આવે છે : કોર્પોરેટર ગૌતમભાઈ પટેલના પુત્રના લગ્નમાં હાજરી આપશે access_time 4:08 pm IST

  • કચ્છનાં મુંદ્રા પોર્ટ પરથી ફરી કિંમતી સિગારેટની દાણચોરી કરી મોટ જથ્થો ધુસાડવાનો પ્રયાસ DRIએ નાકામ બનાવ્યો છે. DRI દ્રારા 14 લાખ 40 હજાર સિગારેટનો માતબર જથ્થો ઝડપવામાં આવ્યો છે જેની બજાર કિંમત 1 કરોડ 44 લાખ કરતા પણ વઘુ આંકવામાં આવે છે access_time 9:29 am IST