News of Wednesday, 14th February 2018

અકિલા ચોક બન્યો શિવમય : ભાજપ દ્વારા શિવરથયાત્રાનું સ્વાગત

રાજકોટ : મહાશિવરાત્રી નિમિતે આયોજીત શિવરથયાત્રા જિલ્લા પંચાયત પાસે 'અકિલા ચોક'માં આવી પહોંચતા શહેર ભાજપ દ્વારા ભાવભીનું સ્વાગત કરાયુ હતુ. શિવશંભુના જય જયકારથી આખો ચોક ગજાવી દેવાયો હતો. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાની હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં મેયર ડો. જૈમન ઉપાધ્યાય, લાખાભાઇ સાગઠીયા, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, મોહનભાઇ વાડોલીયા, પ્રફુલભાઇ કાથરોટીયા, સંગીતાબેન છાયા, કંચનબેન સિધ્ધપુરા, વિક્રમ પુજારા, જયોત્સનાબેન હળવદીયા, અનિલભાઇ પારેખ, હરેશ જોષી, સુરેન્દ્રસિંહ વાળા, ગીરીશ ભીમાણી, માધવ દવે, પુષ્કર પટેલ, રાજુ અધેરા, રસીક બદ્રકીયા, હેમુભાઇ પરમાર, સંજય ગોસ્વામી, રમેશ પંડયા, કીરીટ ગોહેલ, કમલેશ શર્મા, આશીષ ભટ્ટ, રજની ગોલ, હરેશ કાનાણી, યોગરાજસિંહ જાડેજા, સુરેશ રામાણી, મૌલીક દેલવાડીયા, હસુભાઇ ચોવટીયા, મહેશ બથવાર, હીરેન ગોસ્વામી, બાબુભાઇ આહીર, મીનાબેન પારેખ, અશ્વિન ભોરણીયા, વર્ષાબેન રાણપરા, અનીતાબેન ગોસ્વામી, ગૌતમ ગોસ્વામી, અનીલ મકવાણા, અતુલ પંડીત, પ્રફુલ ગોસ્વામી, મહેશ અઘેરા, અનીલ લીંબડ, પુનીતાબેન પારેખ, યાકુબભાઇ પઠાણ, ડી. બી. ખીમસુરીયા, નાનજીભાઇ પારઘી, વીલાસગીરી ગોસ્વામી, આનંદ જાવીયા, સંજય ભાલોડીયા, નિલેશ અનડકટ, અશ્વિન કોરાટ, કીશન ટીલવા, વિશાલ માંડલીયા, ધર્મેન્દ્ર રાઠોડ, ગુલાબસિંહ જાડેજા, જે. ડી. ડાંગર, ખુશ્બુબેન ત્રિવેદી, નીતુ કનારા, ખુરશીદ સુમા, અમીત રાજયગુરૂ, ઉતમ રાડીયા, જીતુભાઇ કાટોડીયા, મનીષ પટેલ, દીપાબેન કાચા, રીયાબેન સોની, નીલમબેન ભટ્ટ, દેવયાનીબેન રાવલ, દક્ષાબેન શાહ, હર્ષીલ ગોસ્વામી, શીવાબેન અગ્રવાલ, હેમાંગ પીપળીયા, સંદીપ પાલા, ધ્રુવીન ગઢીયા, ચંદ્રેશ પરમાર, કૃણાલ દવે વગેરે સાથે જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભાજપ કાર્યાલય પરિવારના જયંતભાઇ ઠાકર અને ઇન્દ્રીશ ફુફાડે જહેમત ઉઠાવી હતી.

(4:24 pm IST)
  • મહારાષ્ટ્રમાં વાવાઝોડાએ અબજોની તબાહી સર્જી : ૧૯૦૦ ગામડાના પાક સાફ :મહારાષ્ટ્રમાં ૩ દિવસના તોફાની વરસાદ - બરફના કરાના તોફાન અને વાવાઝોડાથી ૧૯૦૦ ગામડાના પાકની તબાહી : બે લાખ હેકટર ઉપર ઉભો પાક સાફ થઈ ગયો : અબજો - અબજો રૂપિયાનું નુકશાનઃ મહારાષ્ટ્ર સરકારે આ કુદરતી તબાહી માટે કેન્દ્ર પાસે ૨૦૦ કરોડ માગ્યા access_time 4:09 pm IST

  • વડોદરામાં નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું છે. અહીં રૂ. 2 હજારની નકલી નોટો છાપવામાં આવતી હતી અને ઇન્દોર અને વડોદરામાં નકલી નોટોનો કારોબાર ધમધમતો હતો. આ મામલે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે. નકલી નોટો સાથે પિસ્તોલ પણ જપ્ત કરવામાં આવી છે. access_time 3:28 pm IST

  • માઉન્ટ આબુમાં પ્રેમી યુગલે ગળાફાંસો લગાવી જીવન ટુંકાવ્યુ :વેલેન્ટાઈન ડેના દિવસે કરી આત્મહત્યા : આત્મહત્યાના કારણની તપાસમાં લાગી પોલીસ access_time 12:24 pm IST