News of Wednesday, 14th February 2018

સ્માર્ટ સીટીના ટેન્ડર ઘોંચમાં ગ્રાન્ટ અટકી

સ્માર્ટ સીટી કંપની 'કુલડીમાં ગોળ'માં ગોળ ભાંગી ન શકેઃ પદાધિકારીની કમિટિ જરૂરીઃ રાજકોટ કોર્પોરેશન 'કંપની'ના હિસાબો પદાધિકારીને રજૂ નહી થતાં જબરો વિવાદઃ સ્ટેન્ડીંગ કમિટિમાં અધિકારી સામે સભ્યએ બળાપો કાઢયો

રાજકોટ તા. ૧૩ : મ્યુ. કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સીટી મીશન સાકાર કરવા માટે એસ.વી.પી. સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (કંપની)ની રચના કરી છે. જેના ચેરમેન મ્યુ. કમિશ્નર હોદ્દાની રૂએ હોય છે અને સ્માર્ટ સીટી માટે જે કંઇ ફંડ આવે તેનો ખર્ચ કરવાની સત્તા પણ આ કંપની પાસે છે. આથી આ કંપ્નીના કરોડો રૂપિયા કયા કેવી રીતે ખર્ચાય છે તેનો હિસાબ પ્રજાના પ્રતિનિધિ એવા કોર્પોરેશનના પદાધિકારીઓને રજૂ થતો નહી હોવાથી આ મુદ્દે જબરો વિવાદ સર્જાયાની અને આ કારણો સબબ સ્માર્ટ સીટીની કરોડો રૂપિયાની ગ્રાન્ટ અટકી ગયાની જબરી ચર્ચા જાગી છે. એટલું જ નહી સ્માર્ટ સીટીના ડી.પી.આર. બનાવવાના ટેન્ડરો પણ આ કારણોસર અટકી ગયાની ચર્ચા છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનના વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ સ્માર્ટ સીટી માટે લોકલ બોડીની કમિટિ બનાવવી જરૂરી છે. (સરકારની વેબસાઇટમાં આ નિયમનો ઉલ્લેખ છે.) પરંતુ રાજકોટ કોર્પોરેશને માત્ર કંપનીની રચના કરી છે અને તેમાં ડિરેકટર તરીકે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેનને હોદ્દાની રૂએ લીધા છે.

આમ, પદાધિકારીઓની કોઇ ખાસ કમિટિ નહી રચવામાં આવતા સ્માર્ટ સીટીના નામે 'કુલડીમાં ગોળ' ભાંગી નાંખવામાં આવતો હોવાના આક્ષેપો તંત્ર સામે થઇ રહ્યા છે.

દરમિયાન જાણવા મળ્યા મુજબ તાજેતરમાં સ્ટેન્ડીંગ કમિટિમાં બજેટની ચર્ચા દરમિયાન સ્ટેન્ડીંગના સભ્યએ સ્માર્ટ સીટીનો હવાલો સંભાળતા અધિકારી સામે પણ આ બાબતનો 'બળાપો' કાઢયો હતો અને જણાવ્યું હતું કે, સ્માર્ટ સીટીની જે ગ્રાન્ટ આવી તે કયાં ખર્ચાઇ તેનો હિસાબ પ્રજાને આપવો તે તંત્રની નૈતિક જવાબદારી છે. માટે કંપનીના હીસાબો જાહેર થાય તે જરૂરી છે.

દરમિયાન સ્માર્ટ સીટીની વધારાની ગ્રાન્ટ હજુ સુધી કેન્દ્ર સરકારે જાહેર નહી કરતા તેના ટેન્ડરો પણ અટકી પડયા છે.

આમ, લોકલ બોડીની કમિટિના ટેકનીકલ મુદ્દે આ સમસ્યા સર્જાયાની ચર્ચાએ જોર પકડયું છે.

(9:12 am IST)
  • આજે વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ : ભારતમાં નહિં દેખાય : રાત્રે ૧૨:૨૫ થી શરૂ થશે સૂર્યગ્રહણ access_time 3:40 pm IST

  • અમેરીકાના સ્વીમીંગ સિતારા માઈલ ફેલ્પ્સની પત્નિએ બીજા પુત્રને જન્મ આપ્યો : ૩૨ વર્ષના ફેલ્પ્સ અને તેની પત્નિ નિકોલે બીજા પુત્રને જન્મ આપ્યો હોવાની જાહેરાત કરી : ફેલ્પ્સે ૨૦૧૬માં રિયો ડિ જાનેરો ખાતેના ઉનાળાના ઓલિમ્પિક રમતોત્સવ બાદ સૌથી સફળ ઓલિમ્પિયન તરીકે નિવૃતિ લીધી હતીઃ તેણે ૨૮ ઓલિમ્પિક મેડલ જીત્યા હતા access_time 12:24 pm IST

  • ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરની તબિયત લથડી ;મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા : access_time 1:08 am IST