Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

તંત્રની બેદરકારીના કારણે પાણીના કુદરતી વહેણ અવરોધાતા સમસ્યા સર્જાઇ

માધાપર ચોકડી વિસ્તારોમાં અનેક ઘરોમાં પુરના પાણી ઓશરાયા નથીઃ રોગચાળો ફેલાઇ તે પહેલા ઉકેલવા પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખની માંગ

રાજકોટ, તા. ર૪:  શહેર મા છેલ્લા ૪૮ કલાક મા પડેલ અતિ ભારે વરસાદ ના કારણે નદી નાળા પાણીથી છલોછલ વહે છે ત્યારે ચોમાસાના પ્રારંભે મ.ન.પા તંત્ર અને  શાસકો દ્વારા પ્રિમોનસુન કામગીરી ની વાતો કરવામા આવે છે પરંતુ અનરાધાર વરસાદે વાસ્તવીકતાની પોલ ખોલી નાંખી હોવાનો આક્ષેપ પૂર્વ વિપક્ષી નેતા અને પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ કર્યો છે.

આ અંગે ગાયત્રીબાએ જણાવ્યું હતું કે, અધકચરા વિકાસ અને ઉતાવળે શહેર ના વોર્ડ નંબર ૩મા ભેળવવા  આવેલ માધાપર ગામ પ્રાથમિક સુવીધાથી વંચીત છે માધાપર ચોકડી પાસેથી પસાર થતો પાણી નો કુદરતી વોકળો અવરોધાતા વોકળા ના પાણી ગામમા અને આજુબાજુની સોસાયટી ઓ મા પાણી ફરી વળ્યા હતા અને આજે ૪૮ કલાક બાદ પણ હજુય ભુગર્ભ ગટર  વોકળા સફાઈ કરવામાનો આવતા તેમજ આરોગ્ય વિભાગ દ્વારા પણ આરોગ્ય લક્ષી કામગીરી કરવામા પણ ઘોર લાપરવાહીના કારણે રોગચાળો વકરવા ની પણ દહેશત છે. વધુમાં ગાયત્રીબાએ જણાવ્યું હતું.  તંત્ર દ્વારા તાકીદે પગલાઓ ભરવામા આવે આ વિસ્તારમાંથી પસાર થતા  કુદરતી પાણીના વહેણ અંગે ની માહીતી જો માધાપર ગામના જુના રેકોર્ડ મા હોય તો મેળવી પાણીના વહેણ ચોકખા કરવામા આવે જેથી આ સમસ્યા નો કાયમી ઉકેલ આવી શકે તેમજ તત્કાલીક ઘોરણે  રોડ-રસ્તા, લાઈટ, ગટર, પાણી, ભુગર્ભ, આરોગ્ય સહીતની સેવા પુરી પાડવામા આવે તેવી માંગ કરવામાં આવી છે.

(4:35 pm IST)