Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

મહાલક્ષ્મી સીંગતેલ અને રંગોલી બ્રાન્ડના ધાણાજીરૂ-હળદરના નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડઃ વેપારીઓને ૨.૯૫ લાખનો દંડ

જીરૂમાં કલર તેમજ સ્ટાર્ચની ભેળસેળ ખુલ્લીઃ હળદરમાં પણ ભેળસેળઃ સીંગતેલ મીસ બ્રાન્ડેડ જાહેરઃ ફરાળી કુકીઝ, ગાય છાપ રાજગરા લોટ તથા પેટીસના ૪ નમૂનાઓ લેવાયાઃ ૨૦ વેપારીઓને ત્યાં ચેકીંગ

રાજકોટ, તા., ૧૪: મહાનગર પાલીકાની ફુડ શાખા દ્વારા ફરાળી ખાદ્ય પદાર્થના વેપારીને ત્યાંથી ૪ ખાદ્ય ચીજવસ્તુના નમુના તથા ફુડસેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અનવયે એજયુકેશન ઓથોરીટી દ્વારા રંગોલી ધાણાજીરૂ, હળદર તથા મહાલક્ષ્મી સીંગતેલ સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા ૩ વેપારીઓને રૂ. ર.૯પ લાખનો દંડ કરાયેલ છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે શ્રાવણ માસમાં ફરાળી ખાદ્યચીજનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય ત્યારે લોકોને આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થ મળી રહે તે હેતુથી મનપાની ફુડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ફરાળી ખાદ્યચીજનું વેચાણ કરતા ર૦ વેપારીને ત્યાં ચેકીંગ કરી ફરાળી કુકીઝ (લુઝ) સ્થળ અમૃત ફુડ્સ, (Twilicious Bekery), પ્લોટ નં ૨૮, તાલુકા પોલીસ સ્ટેશન સામે, સિતારામ પાર્ક કો.ઓ. સોસાયટી, મોટા મૌવા, કાલાવડ રોડ (૨) ગાય છાપ રાજગરા લોટ (૫૦૦ ગ્રામ પેકડ) સ્થળ- બાલાજી એન્ટરપ્રાઇઝ, (સેલ પોઇન્ટ સુપર માર્કેટ) કલ્યાણ પાર્ટી પ્લોટ સામે, શાસ્ત્રીનગર પાસે, નાના મૌવા મે. રોડ (૩) ફરાળી પેટીસ (પ્રિપેર્ડ,લુઝ) સ્થળ- રસિકભાઇ ચેવડાવાળા, લીમડા ચોકદ્ (૪) ફરાળી પેટીસ (પ્રિપેર્ડ,લુઝ) સ્થળ- જોકર ગાંઠીયા, દુકાન નં ૫, પંચનાથ કોમ્પલેક્ષ, પંચનાથ મંદિર નજીક, લીમડા ચોક સહિતના ૪ નમૂના લેવામાં આવેલ છે.

એજ્યુડીકેટીંગ ઓથોરીટી દ્વારા કરવામા આવેલ દંડની વિગત

રાજકોટ શહેરના જુના માર્કેટિંગ યાર્ડમાં આવેલ ૅગિરિરાજ એન્ટરપ્રાઇઝૅ,માંથી લીધેલ ખાદ્યપદાર્થ "Rangoli' Coriander Cumin Powder (500g પેક)" માં  કલર તેમજ સ્ટાર્ચની હાજરી કારણે ફૂડ એનાલિસ્ટ  દ્વારા સદર નમૂનો સબસ્ટાન્ડર્ડૅ જાહેર કરવામાં આવેલ.  નામદાર એજ્યુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદાર શ્રી પ્રકાશભાઇ પ્રવિણભાઇ આભાણી (નમૂનો આપનાર FBO તથા અન્યને)  કુલ મળી રૂ.૧,૧૫,૦૦૦/- નો દંડ ફરમાવેલ છે.

જયારે રાજકોટ શહેરના જુના માર્કેટિંગ યાર્ડમાં આવેલ  ગિરિરાજ એન્ટરપ્રાઇઝમાંથી લીધેલ ખાદ્યપદાર્થ Rangoli' Turmeric Powder (500g પેક)" માં હેવી મેટલ્સની હાજરી હોવાને કારણે ફૂડ એનાલિસ્ટશ્રી દ્વારા સદર નમૂનો  સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવેલ.  નામદાર એજ્યુડીકેટીંગ ઓફીસર અને  દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદાર પ્રકાશભાઇ પ્રવિણભાઇ આભાણી (નમૂનો આપનાર FBO તથા અન્યને)  કુલ મળી રૂ.૧,૧૫,૦૦૦/- નો દંડ ફરમાવેલ છે.

આ ઉપરાંત શહેરના જૂનુ માર્કેટીંગ યાર્ડ મુકામે આવેલ જય ખોડીયાર ટ્રેડર્સ દ્વારા સંગ્રહ કરેલ  ખાદ્યપદાર્થ ૅમહાલક્ષ્મી ગ્રાઉન્ડનટ ઓઇલ (પેકડ)ૅ માં આયોડીનનું પ્રમાણ વધુ હોવાને કારણે ફૂડ એનાલિસ્ટ દ્વારા સદર નમૂનો મિસબ્રાન્ડેડૅ જાહેર કરવામાં આવેલ.  નામદાર એજ્યુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM સાહેબ દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદારો શ્રી સમીરભાઇ એ મોરાણી (નમૂનો આપનાર FBO તથા અન્યને)  કુલ મળી રૂ.૬૫,૦૦૦/- નો દંડ ફરમાવેલ છે.

(3:26 pm IST)