Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

નવાગામ છપ્પનીયામાં બી-ડિવીઝન પોલીસનો દરોડોઃ વિક્રમ ૪૨ હજારના દારૂ સાથે પકડાયો

પીઆઇ એમ. બી. ઓૈસુરા, પીએસઆઇ કોડીયાતર, વિરમભાઇ ધગલ સહિતની ટીમનો હેમેન્દ્રભાઇ વાધીયા, સંજયભાઇ અને પરેશભાઇની બાતમી પરથી દરોડો

રાજકોટ તા. ૧૪: નવાગામ છપ્પનીયા કવાર્ટરમાં મેઇન રોડ રાધે પાનવાળી શેરીમાં રહેતાં વિક્રમ મુકેશભાઇ સોલંકીને તેના મકાનમાંથી રૂ. ૪૨ હજારના ૮૪ બોટલ દારૂ સાથે પકડી લેવાયો છે. તહેવારો નજીક હોઇ કમાઇ લેવાના ઇરાદે આ શખ્સે દારૂ ઉતાર્યો હતો. તે દારૂ કોની પાસેથી લાવ્યો? કેટલા સમયથી વેંચાણ કરે છે? તે સહિતના મુદ્દે તપાસ કરવાની હોઇ રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

બી-ડિવીઝનના હેમેન્દ્રભાઇ વાધીયા, સંજયભાઇ મિયાત્રા અને પરેશભાઇ સોઢીયાની બાતમી પરથી દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ. આર. ટંડેલે દારૂ-જુગારની બદ્દી નાબુદ કરવા સુચના આપી હોઇ પીઆઇ એમ. બી. ઓૈસુરા, પીએસઆઇ બી. બી. કોડીયાતર, વિરમભાઇ ધગલ, સલિમભાઇ માડમ, અજયભાઇ બસીયા, મનોજભાઇ મકવાણા, મિતેશભાઇ આડેસરા, વિશ્વજીતસિંહ જાડેજા, નિરવભાઇ અને ચાંપરાજભાઇએ આ કામગીરી કરી હતી.

(12:50 pm IST)