Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

ભરત કયાં છે? કહી નિલેષ વાઘેલાને ગુલશન અને સંદિપે ફટકાર્યો

ગોંડલ રોડ ૨૫ વારીયામાં બનાવઃ સામે સંદિપને ઇજા

રાજકોટ તા. ૧૪: ગોંડલ રોડ કોઠારીયા સોલવન્ટ નજીક શિવ હોટેલ પાછળ ૨૫ વારીયામાં રહેતાં અને કારખાનામાં કામ કરતાં નિલેષ ગોપાલભાઇ વાઘેલા (ઉ.વ.૧૮)ને રાત્રીના દસેક વાગ્યે ગુલશન અને સંદિપ ચોૈધરીએ પાઇપ-લાકડીથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ  થતાં આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી.

સામા પક્ષે સંદિપ રાધેક્રિષ્ન ચોૈધરી (ઉ.૨૨) પણ પોતાને ભરત સહિતનાએ લાકડીથી ફટકાર્યાની ફરિયાદ સાથે દાખલ થયો હતો. નિલેષના કહેવા મુજબ સંદિપ અને ગુલશનને ભરત સાથે માથાકુટ ચાલતી હોઇ ભરત પોતાનો મિત્ર હોઇ તેને શોધવા માટે બંને આવ્યા હતાં. પોતે ભરત કયાં છે એ જાણતો ન હોઇ તેમ કહેતાં બંનેએ હુમલો કર્યો હતો.

(11:45 am IST)