Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

એઇમ્સ પ્રોજેકટમાં સ્થાનિક લોકોને રોજગારી આપો..

રાજકોટથી એઇમ્સ સુધી કોરીડોર માટે દરખાસ્ત થશે : એઇમ્સની સાઇટ મુલાકાત લેતા કલેકટર : રિવ્યુ મીટીંગ

રાજકોટ તારીખ ૧૪:  ગુજરાત રાજય અને ખાસ કરીને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના સામાન્ય નાગરિકોને ગુણવત્ત્।ાયુકત આરોગ્ય સારવાર સેવા આપવાના ઉમદા હેતુ સાથે રાજકોટ નજીક ખંઢેરી ખાતે નિર્માણાધીન એઇમ્સ સાઇટની મુલાકાત લઇ રાજકોટના કલેકટર શ્રી અરુણ મહેશ બાબુએ એઇમ્સ અને માળખાગત પાયાની નાગરિક સેવાઓ સાથે જોડાયેલા મુખ્ય ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે મીટીંગ યોજી હતી.

 કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે છેવાડાના સામાન્ય નાગરિક અને ગરીબ માણસ ને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજય સરકાર કામ કરી રહી છે. એઈમ્સ પણ આ ઉમદા સેવા અને ઉદ્દેશનું કેન્દ્ર બને તે માટે ઝડપી કામગીરી કરવા દરેક મુદ્દે ઝીણવટ ભર્યું અભ્યાસુ માર્ગદર્શન આપ્યું હતું.

એઈમ્સ સુધી પહોંચવા ૯૦ મીટર,૩૦ મીટર  અને હાલનો ૧૦ મીટરનો હયાત રસ્તો તેમજ ફોરટ્રેક,  ફલાય ઓવર, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, વીજળી પાણી અને વરસાદી પાણીના નિકાલ, પરિવહનને  એકબીજાની લિંક આપી આગામી ૫૦ વર્ષની જરૂરિયાત ધ્યાનમાં રાખીને કોરીડોર વિકસે તે માટે કલેકટરશ્રી એ  રૂડા, માર્ગ-મકાન વિભાગ ,આર.એમ.સી ,જેટકો, રેવન્યુ  તેમજ એઇમસના અધિકારીઓ સાથે  આસપાસના વિસ્તારોની વીઝીટ કરીને નાગરિક સુવિધા માં એકસૂત્રતા જળવાઈ રહે તે માટે વધારાના પ્લાનિંગની દરખાસ્ત બધા જ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને કરવાનું પણ આયોજન કર્યું હતું. જેમ જરૂરિયાત વધે તેમ-તેમ ફેરફારો ન કરવા પડે  અને શરૂઆતનું નિર્માણ માત્રને માત્ર સામાન્ય માણસની જરૂરિયાત સગવડતા ધ્યાને રાખીને થાય તે માટે સંકલન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેકટની કામગીરીમાં સ્થાનિક લોકોને રોજગારી મળે તે માટે કલેકટરશ્રીએ સૂચન કર્યું હતું અને આ અંગે ઓથોરિટી દ્વારા પણ હકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો હતો.

       કલેકટરની એઇમ્સ ની મુલાકાત દરમિયાન રાજકોટ ના ડાયરેકટર શ્રી કર્નલ ચંદનદેવ કટોચે જુદા જુદા વિભાગની તબક્કાવાર પ્રગતિમાં રહેલી કામગીરીની વિગતો આપી હતી અને સ્ટાન્ડર્ડ અને ગુણવત્ત્।ાયુકત આરોગ્ય સેવા તબીબી શિક્ષણ સાથે સંશોધનની  દ્રષ્ટિએ ઉભી થનાર વિવિધ સુવિધા માટે માળખાગત  કામગીરી , વિવિધ બ્લોક, અને બિલ્ડીંગ આ અંગે માહિતી આપી હતી. રાજકોટ એઇમ્સ ડેપ્યુટી ડાયરેકટર શ્રી શ્રમદીપ સિંહાએ જણાવ્યું હતું કે ડિસેમ્બર ૨૦૨૧થીૅ ઓપીડી શરૂ કરવાના ધ્યેય સાથે સિવિલ વર્ક ઝડપથી પૂર્ણ થાય તે માટે તબકકાવાર કામગીરી આગળ વધી રહી છે.જિલ્લા કલેકટર સહિત રાજય સરકારના વિવિધ વિભાગોનો અમને ખૂબ સહકાર મળી રહ્યો છે તેમ જણાવી અમારી ટીમ ગરીબ લોકોને રાજકોટમાં વહેલાસર સેવા સારવાર મળે તે માટે સરકાર અને એઈમ્સની હાઇવે ઓથોરિટી ના માર્ગદર્શન હેઠળ કામ કરી રહી છે. પ્રાંત અધિકારીશ્રી વિરેન્દ્ર દેસાઈએ રાજય સરકારના વિવિધ ડિપાર્ટમેન્ટ દ્વારા જુદી જુદી સેવાઓ માટે કરવામાં આવેલી અને મોકલવાની થતી દરખાસ્તો અને કરેલા સંકલનની વિગતો કલેકટર સમક્ષ રજૂ કરી હતી.એઇમ્સ ખાતે મીટીંગ અને સાઇટ મુલાકાત વેળાએ રૂડા આર એમ સી ,માર્ગ અને મકાન વિભાગ જેટકો સિંચાઈ ખાતુ, સંબંધિત મામલતદારો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(2:37 pm IST)