Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

ટાઢ વધશેઃ તાપમાનમાં ૪થી પ ડીગ્રી ઘટાડો થશે

રાત્રીના સમયે પવન સાથે કડકડતી ટાઢઃ દિવસે પણ ગરમ કપડા પહેરવા પડે તેવી સ્થિતિ

રાજકોટ, તા. ૧૩ :. રાજ્યમાં ધીરે ધીરે શિયાળો જમાવટ કરી રહ્યો છે. આવતા ચાર-પાંચ દિવસમાં ઠંડી ભૂક્કા બોલાવે તેવો હવામાન શાસ્ત્રીઓએ રાજ્ય સરકારને નિર્દેશ કરતા સરકારે પૂર્વ સાવચેતીના પગલા તરફ કાર્યવાહી હાથ ધરી છે. આવતા ચાર-પાંચ દિવસમાં રાત્રીના સમયના તાપમાનમા ચારથી પાંચ ડીગ્રી જેટલા ઘટાડાની સંભાવના દર્શાવાઈ રહી છે.

રાજકોટમાં આજે સવારે ૧૨.૯ ડીગ્રી તાપમાન હતું. કચ્છમાં ૮.૯ ડીગ્રી તાપમાન નોંધાયેલ. ગુજરાતમાં આજે જ્યાં જેટલુ તાપમાન છે તેમા આવતા ચારેક દિવસમાં ૪ થી ૫ ડીગ્રી જેટલો ઘટાડો થાય અને ઠંડી એકદમ જોર પકડે તેવી પ્રબળ શકયતા છે. અત્યારે વહેલી સવાર અને રાત્રે ખૂબ ઠંડી પડી રહી છે. અમુક વિસ્તારોમાં દિવસે પણ ગરમ પકડા પહેરવા પડે તેવી સ્થિતિ છે. ડીસેમ્બર ઉતરાર્ધમાં ઠંડી અસલ મિજાજ બતાવે તેવુ દેખાય છે.

(3:59 pm IST)