Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

જગ્યા રોકાણ શાખા દ્વારા ૨૭૦ કિલો શાકભાજી-ફળો-લીલું જપ્તઃ ૧૦ હજારનો દંડ

રસ્તા પર નડતરરૂપ ૩ રેંકડી, ચીજવસ્તુઓ જપ્ત

રાજકોટ,તા.૧૩:  કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા  શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ૩ રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ,૨૨૭ કિલો શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું ૩૦ કિલો લીલું વગેરે જપ્ત કરવામાં આવ્યુ હતુ.તેમજ રૂ.૧૦,૫૦૦ દંડ ફટકારવાં આવ્યો હતો.

     આ અંગ તંત્રની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ કોર્પોરેશનજગ્યા રોકાણ શાખા દ્વારા રસ્તા પર નડતર ૦૨ રેંકડી-કેબીનો આહીર ચોક, જયુબેલી માર્કેટ પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી ૦૧ અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે જયુબેલી માર્કેટથી જપ્ત કરવામાં આવી હતી, ૨૨૭ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને રામાપીર ચોકડી થી રૈયાધાર, જયુબેલી માર્કેટ, મવડી ચોક પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, કુલ ૩૦ કી.ગ્રા. લીલા ધાસચારો અને ફૂલ પારેવડી ચોકથી જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ રૂ/- ૧૦,૫૦૦ વહીવટી ચાર્જ મવડી રોડ, કેશરી પુલ, કાલાવડ રોડ માંથી વસુલ કરવામાં આવ્યો હતો.

(3:56 pm IST)