Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

કોર્પોરેશન ઘર વિહોણા લોકોને વ્હારે : લોકોને રેનબસેરામાં ખસેડાયા

રાજકોટઃ શહેરમાં ઠંડીને ધ્યાનમાં રાખીને રાત્રિના સમય દરમ્યાન ઘરવિહોણા લોકોને આશ્રયસ્થાનનો વધુમાં વધુ લાભ મળે તે માટે દરરોજ નિયમિત શહેરના મુખ્ય માર્ગે તેમજ ફૂટપાથ, રસ્તાઓ તથા ખુલ્લામાં સુતા લોકોને લાભ આપવા માટે મ્યુનિ.કમિશનર ની સુચના મુજબ કોર્પોરેશનની પ્રોજેકટ શાખાના અને ફાયર વિભાગના તથા રેનબસેરાનું સંચાલન કરતી સંસ્થાઓ જેમાં સત્યનામ રચનાત્મક વિકાસ મંડળ, વાત્સલ્ય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સયુંકત ઉપક્રમે ડ્રાઈવ યોજવામાં આવેલ. બાલાજી હનુમાન, સિવિલ હોસ્પિટલ, રેલ્વે સ્ટેશન, શાસ્ત્રી મેદાન, રેસકોર્ષ, એરપોર્ટ ફાટક, રૈયારોડ ફાટક વિગેરે  વિસ્તારમાં વિજીલન્સ ટીમ પ્રોજેકટ વિભાગની ટીમ સાથે ડ્રાઈવ દરમ્યાન ૮૩ લોકોને રેનબસેરાની માહિતી અને માર્ગદર્શન આપવા અને ૧૧ લાભાર્થીઓને બેડીનાકા રેનબસેરામાં ખસેડવામાં આવ્યા હતા.તેમ તંત્રની સતાવાર યાદીમાં જણાવાયુ છે.(૨૮.૧)

(3:54 pm IST)