Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

જીવદયા ગ્રુપનું જીવદયા કાર્ય

જીવદયા ગ્રુપ દ્વારા આજે અગીયારસ નિમિતે પાંજરાપોળમાં ૨૧૧ મરઘાના જીવ મુકી તેનો નિભાવ ખર્ચ ઉઠાવવામાં આવેલ. ઉપરાંત ગાયો માટે ૧૬ ગુણી ખોળ પણ અર્પણ કરવામાં આવ્યો હતો. જીવદયાના આ કાર્યમાં દિવ્યેશભાઇ કામદારની પ્રેરણાથી એન.આર.આઇ. દાતા તથા જંકશન પ્લોટ ઉપાશ્રયનો સહકાર મળેલ. આ ગ્રુપ દ્વારા રામધણ બાપુના આશ્રમમાં પણ અનેક વખત ઘાસ લીલુ અર્પણ કરાયુ છે. આ જીવદયા કાર્યને સફળ બનાવવા ઉપેનભાઇ મોદી, મુકેશભાઇ બાટવીયા, અરૂણભાઇ દોશીના માર્ગદર્શન હેઠળ ભીખુભાઇ ભરવાડા, વસંતભાઇ કામદાર, પ્રકાશ મોદી, નીરવ સંઘવી, જયદીપ ભરવાડા, રાજુભાઇ મોદી, ઋષભ વખારીયા, હેમા મોદી, હેતલ મહેતા,  પારસ મોદી, હિતેષ દોશી, પરાગ જસાણી, હીમાંશુ ચીનોય, સમીર કામદાર, હીરેન કામદાર, અજય વખારીયા, વિરેન્દ્ર સંઘવી, રમેશ દોમડીયા, સુરીલ મોદી, સુનીલ દામાણી, હર્ષદ મહેતા, પરીન પારેખ, ભરત બોરડીયા, સોનુભાઇ, આશીષ પંડયા, પ્રફુલ જોગીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:54 pm IST)