Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

જોબમાર્કેટમાં ચાલતી તેજીના કારણે આજનું યુવાધન રોમાંચિત થઇ ગયું!

સ્ટાફ સિલેકશન, બેન્ક, રેલ્વે, પોલીસ, સ્કુલ, હોસ્પિટલ, કેન્દ્ર-રાજય સરકારના વિવિધ વિભાગો વિગેરેમાં લાખેણી નોકરીઓ ઉપલબ્ધ.

રાજકોટ તા. ૧૩ : આજનું યુવાધન વિવિધ ક્ષેત્રે નોકરીઓ મેળવવા માટે દોટ મૂકી રહ્યું છે ત્યારે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ઘણા બધા વિભાગોમાં પુષ્કળ પ્રમાણમાં ભરતીઓ ચાલી રહી છે.

આજની ર૧મી સદીની જોબ માર્કેટ નોકરી વાંચ્છુઓને ખરા અર્થમાં રોમાંચિત કરી દે તેવી દેખાઇ રહી છે તેમાં પણ જો સરકારી નોકરી મળે તો પછી પૂછવું જ શું ?

છેલ્લા ઘણા વર્ષોથી ભારત તથા ગુજરાતમાં નોકરીઓની અવિરત ભરમાર ચાલી રહી છે. ગુજરાત વિધાનસભાની ચુંટણીથી આચારસંહિતા પૂરી થતા નોકરીઓની ભરમાર વધુ તેજ થવાની પ્રબળ શકયતા છે ત્યારે હાલમાં વિવિધ ક્ષેત્રે ચાલી રહેલી ભરતીઓ ઉપર નજર કરીએ તો...

. સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ પરીક્ષા ર૦૧૭ સંદર્ભે કેન્દ્ર સરકારની વિવિધ કચેરીઓમાં લોઅર ડીવીઝન કલાર્ક, જુનિયર સેક્રેટરીઓ આસીસ્ટન્ટ તથા વિવિધ પોસ્ટ ઓફીસમાં પોસ્ટલ આસીસ્ટન્ટ, સોટીંર્ંગ આસીસ્ટન્ટ અને ડેટા એન્ટ્રી ઓપરેટરની વિવિધ જગ્યાઓ ઉપર ભરતી માટે યોજાતી પરીક્ષા માટે ઓનલાઇન અરજી મંગાવાઇ છે. કુલ આશરે ૩રપ૭ જેટલી જગ્યાઓ ઉપર ભરતી થનાર છ.ે વયમર્યાદા ૧૮ થી ર૭ વર્ષ રાખેલ છે. (તા. ર/૮/૧૯૯૧ થી ૧/૮/ર૦૦૦ દરમ્યાન જન્મ લેનાર). સરકારશ્રીના નિયમ મુજબ રીઝર્વ કેટેગરીના ઉમેદવારોને છૂટછાટ મળવાપાત્ર છે.

આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ૧ર ધોરણ પાસ રાખેલ છે. ડેટા એન્ટ્રી ઓપરેટર માટે ગણિત વિષય સાથે ધોરણ ૧ર પાસ કરેલ હોવું જરૂરી છે ભરતી સંદર્ભે પ્રથમ તબકકાની ઓનલાઇન પરીક્ષાની સંભવિત તારીખ ૪/૩/૧૮ થી ર૬/૩/૧૮ છે.જયારે બીજા તબકકાની વર્ણનાત્મક પરીક્ષાની સંભવિત તાીરખ ૮/૭/ર૦૧૮ છે. ફાઇનલ સ્ટેજમાં ટાઇપીંગ ટેસ્ટ તથા ડેટ એન્ટ્રી ઓપરેટર માટે કાર્યકુશળતાની કસોટી પણ યોજવામાં આવનાર છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, કચ્છ વિગેરે પરીક્ષા કેન્દ્રો રહેશે અરજી કરવાની અંતિમ તારીખ ૧૮/૧ર/૧૭ છે. www.ssc.nic.in

. દિલ્હી પોલીસ દ્વારા ૧૬/૧/૧૮ ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે આશરે ૭૦૦ જેટલા મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (સિવિલિયન) ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. મલ્ટી ટાસ્કીંગ સ્ટાફમાં રસોયા, વોટર કેરીયર, સફાઇ કર્મચારી, મોચી, ધોબી, (વોશરમેન) દરજી, દફતરી, માળી (ગાર્ડનર), બાર્બર, કારપેન્ટર વિગેરેની જગ્યાઓનો સમાવેશ થાય છે.

૧૮ થી ર૭ વર્ષ ઉંમર ધરાવનાર અને ૧૦ ધોરણ પાસ અથવા આઇ.ટી.આઇ. અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવનાર સમગ્ર દેશના ઉમેદવારો અરજીપાત્ર છે. સરકારરીના નિયમ પ્રમાણે રીઝર્વ કેટેગરીના ઉમેદવારોને વિવિધ છૂટછાટ મળવા પાત્ર છે. www.delhipolicerecruitment.nic.in તથા

www. delhipolice.nic.in.

. આગાખાન એજયુકેશન સર્વિસ. ઇન્ડિયા દ્વારા આગાખાન સ્કૂલ સિધ્ધપુર, મુન્દ્રા તથા ચિત્રાવડ માટે સાયન્સ, ઇંગ્લિશ, સોશ્યલ સાયન્સ, મેથ્સ તથા સોશ્યલ સ્ટડીઝના TGT (ટ્રેઇન્ડ ગ્રેજયુએટ ટીચર) પ્રાયમરી ટીચર્સ, સ્પેશ્યલ એજયુકેટર, નર્સ એડમીન, સ્કીલ સાથેના વિષય નિષ્ણાંત, પ્રિ-પ્રાયમરી ટીચર્સ, મ્યુઝીક ટીચર, કોમર્સ/ એકાઉન્ટન્સી  ટીચર વિગેરેની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ફોન નં. ૯ર૬પ૦ ૩૯૯૬૪ www.agakhanschools.org/india.

 આ ઉપરાંત sudipta.gupta@akesi.org  તથા hr@akesi.org

 વેબસાઇટસ ઉપર ઉમેદવાર પોતાનો રીઝયુમ મેઇન કરી શકે છે.

. મોમાઇ આઇસ્ક્રીમ, સર્વે નં.: ૧પ૭/૩, જુના BSNL  ટાવર સામે, ઉન્ધા ટીમ્બી રાણસિકી રોડ, દેરડી (કુંભાજી), તા.ગોંડલ, જિલ્લો-રાજકોટ દ્વારા એરીયા સેલ્સ મેનેજર તથા સેલ્સમેનની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ફોન નં. ૦ર૮રપ -ર૯પ૭૮૦ ૭૫૭૫૮ ૦૦૭૩૮ hr.momaiicecream@ gmail.com

. રાજકોટ નાગરીક સહકારી બેન્ક લી. દ્વારા ૧૮/૧ર/ર૦૧૭ ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે ૩૦ વર્ષ સુધીની ઉંમર ધરાવતા તથા આર્ટસ સિવાયના વિષયોમાં પ્રથમ વર્ગ સાથે ગ્રેજયુએટ થનાર ઉમેદવારો માટે જુનિયર એકઝીકયુટીઝની ભરતી ચાલી રહી છે.

recruitment@rnsbindia.com તથા jobs.rnsbinia.com

. ઇન્ડિયન બેંક દ્વારા ૩૦/૧ર/૧૭ ની છેલ્લી અરજી તારીખ સાથે અમદાવાદ સહિત સમગ્ર દેશમાં આવેલી વિવિધ શાખાઓ માટે ૧૦ ધોરણ પાસ ઉમેદવારો માટે સિકયુરીટી ગાર્ડ કમ પ્યુનની ભરતી ચાલ રહી છે. www.indianbank.in ફોન નં. ૭૯ર૭૪ ૩૧ર૪૮

. મિલિટરી હોસ્પટલ બરોડા દ્વારા ટ્રેડસમેન, વોશરમેન, સફાઇવાલા, માળી, ચોકીદાર, વોર્ડ આસીસ્ટન્ટ, મેસેન્જર વિગેરેની ભરતી પ્રક્રિયા ચાલી રહી છ.ેવેબસાઇટ ઉપર તમમ વિગતો પ્રાપ્ય છે. www.ojasnow.com/૨૦૧૭/૧૨ miltary  વેબસાઇટ પણ જોઇ શકાય છે.

. જેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લી. (NHSRCL) દ્વારા ૧૮/૧ર/૧૭ ની છેલ્લી અરજી તારીખ સાથે સિનિયર મેનેજરની ભરતી ચાલે છે. ઉમેદવારે સુરત ખાતે ફરજ બજાવવાની રહેશે. ડીપ્લોમાં/બી.ઇ./બી.ટેક કરેલ ઉમેદવારો અરજી પાત્ર છે. અરજી મોકલવાનું સ્થળઃ જનરલ મેનેજર (HR), નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લી. એશીયા ભવન, રોડ નં.ર૦પ, સેકટર-૯, દ્વારકા, નવી દિલ્હી -૧૧૦૦૭૭.

. ઇન્ડિયન આર્મી દ્વારા ૩૧/૧ર/ર૦૧૭ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે સોલ્જરની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે ઉમેદવારની ઉંમર ૧/૧૦/ર૦૧૮ ના રોજ સાડા સતરથી ર૩ વર્ષ હોવી જોઇએ. www.indianarmyrecruitment.org.in.

. ક્રિમીનલ ઇન્વેસ્ટેગેશન ડીપાર્ટમેન્ટ (CID) દ્વારા ૧૪/૧ર/૧૭ ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે પોલીસ સબ ઇન્સ્પેકટર, આસીસ્ટન્ટ સ્ટેટ એકઝામીનર વિગેરેની પ૭ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. https://maharecruitment. mahaonline.gov.in.

. ઇન્સ્ટીટયુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ દ્વારા ૧પ/૧ર/ર૦૧૭ ની છેલ્લી અરજી તારીખ સાથે આઇ.ટી.આઇ.કરેલ ઉમેદવાર માટે ઇલેકટ્રીશ્યનની ભરતી ચાલે છે. www.irma.ac.in

. નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NMDC રાષ્ટ્રીય ખાણ ખનીજ વિભાગ) દ્વારા ૩૧/૧/ર૦૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે જુનિયર મેનેજર તથા આસીસ્ટન્ટ મેનેજરની જગ્યાઓ માટે ભરતી ચાલે છ.ેકુલ ૧૬૩ જગ્યાએ છે. અરજી મોકલવાનું સ્થળ ડે.જનરલ મેનેજર, (પર્સનલ) (આર એન્ડ પીા, NMDC લી. ૧૦/૩/૩૧/A, ખનીજ ભવન, કાસ્ટલ હીલ્સ, મઝબ ટેન્ક, હૈદ્વાબાદ -પ૦૦૦ર૮ વધુ વિગતો માટે વેબસાઇટ પણ જોઇ શકાય છે.

. રેલ્વે રીક્રુટમેન્ટ સેલ (RRC) વેસ્ટ સેન્ટ્રલ રેલ્વે ભોપાલ દ્વારા ર૦/૧ર/ર૦૧૭ ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે ટ્રેડ એપ્રેન્ટીસની ૩૪પ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છ.ેટ્રેડ એપ્રેન્ટીસની વિવિધ પોસ્ટમાં ફીટર, વેલ્ડર્સ, ઇલેકટ્રીશ્યન, વાયરમેન, મશીનીસ્ટ, કારપેન્ટર, એ.સી.મિકેનિક, પેઇન્ટર, બ્લેકસ્મિથ, માસૂન, ડીઝલ મિકેનિક, ઇલેકટ્રોનીકસ મિકેનિક વિગેરેનો સમાવેશ થાય છ.ે ૧/૭/ર૦૧૭ ના રોજ ૧પ થી ર૪ વર્ષની ઉંમર ધરાવનાર તથા ૧૦ ધોરણ પાસ અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવનાર ઉમેદવાર અરજીપાત્ર છે. સરકારશ્રીના નિયમ મુજબ રીઝર્વ કેટેગરીના ઉમેવારોને છુટછાટ મળવાપાત્ર છે. www.mponline.gov.in

. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિકયુરીટી ફોર્સ (CISF) દ્વારા ૧૧/૧/ર૦૧૮ ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે પુરૂષ ઉમેદવારો માટે કોન્સ્ટેબલ (ફાયર) ની ૩૩ર જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. તા.૧૧/૧/ર૦૧૮ના રોજ ૧૮ થી ર૩ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો અરજી પાત્ર છે. સમગ્ર ભારતમાં કોઇ પણ જગ્યાએ નોકરી મળી શકે છ.ે https://cisfrectt.in

આ ઉપરાંત ત્લ્જ્ માં આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર તથા કોન્સ્ટેબલ-ડ્રાઇવર સંદર્ભેની ભરતી પ્રક્રિયા પણસંભળાઇ રહી છે.

આટ આટલી ચિકકાર નોકરીઓ સામે આવીને ઉભી છે અને ગમતી જગ્યાએ નોકરી મેળવવાનો સોનેરી અવસર આવીને ઉભો છે ત્યારે યોગ્ય લાયકાત સચોટ માર્ગદર્શન, સ્વપ્રયત્ન, આત્મવિશ્વાસ, હકારાત્મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં અતૂટશ્રદ્ધા સાથે મહેનત કરવા તૂટી પડો-મંડી પડો. લાખેણી નોકરી રાહ જોઇ રહી છ.ે

સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ.

(કોઇપણ જગ્યાએ નોકરી માટેની અરજી કરતા પહેલા ભરતી વિશેની તમામ માહિતી વેબસાઇટ દ્વારા રૂબરૂ, ફોન ઉપર કે પછી અન્ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે, કે જેથી લેટેસ્ટ ઇન્ફમેશન મળી શકે.(૬.૨૧)

(3:53 pm IST)