Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

રાજકોટ ગુરૂકુળની બેંગ્લોર શાખાને ભારતની બેસ્ટ સ્કુલનો એવોર્ડ

૭ દેશો અને રાજયોના ૯૦૦ વિદ્યાર્થીઓ ભણે છે

રાજકોટ, તા.,૧૩: શૈક્ષણીક, સામાજીક અને ધાર્મિક ક્ષેત્રે સેવારત રાજકોટ શ્રી સ્વામી નારાયણ ગુરૂકુળની દેશ-વિદેશમાં ૩૩ શાખાઓ કાર્યરત છે. બેંગલોરમાં મૈસુર રોડ પર આવેલ શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ ઇન્ટરનેશનલ સ્કુલને તાજેતરમાં ભારતની બેસ્ટ સ્કુલનો એવોર્ડ મળતા વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો તથા સંતોમાં આનંદ છવાયો છે.

પ્રભુ સ્વામીના જણાવ્યાનુસાર બેંગલોર ગુરૂકુલમાં સાત દેશો અને ર૦ રાજયોના ૯૦૦ વિદ્યાર્થીઓ વિદ્યા સાથે સંસ્કારો મેળવી રહયા છે. તાજેતરમાં બેંગલોરની એજયુકેશ ટુડે સંસ્થાએ ભારતની વિદ્યાક્ષેત્રે નામાંકીત ર૬૦૦ સ્કુલોનું શૈક્ષણીક કાર્ય, પરીણામ, બાળકોનો સર્વાગી વિકાસ, એજયુકેશનની આધુનિક સુવિધાઓ, વિદ્યાર્થીઓની વ્યકિતગત દેખભાળ, કેમ્પસની સ્વચ્છતા તેમજ રમણીયતા ઉપરાંત શૈક્ષણીક તેમજ બીન શૈક્ષણીક સ્ટાફની સતેજના, વાણી અને વર્તનમાં નમ્રતા જેવા ગુણોનું નિરીક્ષણ કરેલ.

શાસ્ત્રીશ્રી કૃષ્ણચરણદાસજી સ્વામી તથા સ્વામીશ્રી સત્સંગ પ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શનને સંચાલન દ્વારા કાર્યરત શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ ઇન્ટરનેશનલ સ્કુલને ભારતની બેસ્ટ સ્કુલનો એવોર્ડ મળેલ છે. એવોર્ડ અપાવવામાં યશના ભાગીદાર શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા બીન શૈક્ષણીક સ્ટાફને રાજકોટ ગુરૂકુલના મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી તેમજ શ્રી દેવપ્રસાદજી સ્વામીએ શુભાશીર્વાદ સાથે અભિનંદન પાઠવેલ.

(3:52 pm IST)