Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

જીએસટી અંગે ખુશખબર

રાજકોટ, તા., ૧૩: જયારે તમે કરીયાણાના સ્ટોર પરથી સામાન ખરીદો છો ત્યારે ેતેના પર જીએસટી વસુલ કરવામાં આવે છે. જો કે કોઇ પણ દુકાનદાર કરીયાણાના સામાન પર તમારી પાસેથી જીએસટી માંગે તો તેણે ઇન્કાર કરી દેજો ટેકસ ઓથોરીટી સીબીઇસીએ સ્પષ્ટતા કરી કે જયારે પણ તમે કરીયાણાનો સામાન લો અને તે દરમિયાન જો દુકાનદાર તમારી પાસેથી અલગથી જીએસટી માંગે તો તેને આપવાનો ઇન્કાર કરી દો અને તેના વિરૂધ્ધમાં ફરીયાદ પણ દાખલ કરાવવો.

વાસ્તવમાં છેલ્લા દિવસોમાં ફરીયાદ આવી હતી કે દુકાનદાર કરીયાણાના સામાન પર નક્કી કરેલી કિંમતો વસુલે છે, પરંતુ તે પછી અલગથી જીએસટી લઇ રહ્યા છે. આ ફરીયાદો બાદ સીબીઇસીએ સ્પષ્ટતા કરી કે, દુકાનદાર આ નહીં કરી શકે. સીબીઇસીએ ટવીટ કરીને સ્પષ્ટતા કરી કે, જયારે કોઇ સામાન ખરીદો છો અને તેના પર એમઆરપી હોય, તો તે માટે અલગથી જીએસટી આપવાની જરૂર નથી. સીબીઇસી અનુસાર, પ્રોડકટની છપાયેલી એમઆરપીમાં જીએસટી સામેલ હોય છે. આ માટે જો કોઇ દુકાનદાર એમઆરપી ઉપરથી અલગથી જીએસટી માંગે તો તે અવૈધ વસુલી કરી રહ્યા છે.

એમઆરપી એક એવું મૂલ્ય હોય છે, જેના પર કોઇ પણ દુકાનદાર વધારે રૂપિયા નહીં માંગી શકે, એમઆરપીમાં ઉત્પાદનોને લઇને તમામ ટેકસ સામિલ કરવામાં આવે છે. ટેકસ ઓથોરીટીએ કહ્યું કે જો કોઇ આવું કરે તો, તેની ફરીયાદ કરો. આ માટે સીબીઇસીએ એક ટોલ ફ્રી નંબર આપી છે જો મામલામાં ફરીયાદ કરવા માટે ૧૮૦૦-૧૧-૧૧-૪૦૦૦/૧૪૪૦૪ પર કોલ કરી શકો છો. આ માટે જયારે પણ હવે તમે દુકાન પર ખરીદી કરવા જાઓ ત્યારે દુકાનદાર એમઆરપીથી વધારે કિંમત માંગે તો તેણે ઇન્કાર કરી શકો છો અને તેથી ફરીયાદ પણ શકો છો. (૪.૧૬)

(3:51 pm IST)