Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

૧૯મી જાન્યુથી વિદ્યાર્થી પરીષદનું અધિવેશન રાજકોટમાં યોજાશે

ત્રિદિવસીય અધિવેશનમામં ગુજરાતભરના છાત્ર નેતાઓ આવશેઃ વ્યવસ્થા માટે ૧૬ સમિતિની રચના

રાજકોટ તા. ૧૩ : વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રાંત વર્ષ સમગ્ર ગુજરાત પ્રાંતના વિદ્યાર્થી પ્રતિનિધિઓને એકત્રિત કરતું સંમેલન યોજવામાં આવે છે. જેના ભાગરૂપે ૪૯મું અધિવેશન જાન્યુઆરી માસમાં તા. ૧૯, ૨૦, ૨૧ યોજાનાર છે. અધિવેશનમાં ગુજરાતની વર્તમાન અને શૈક્ષણિક પરિસ્થિતિ વિશે પ્રસ્તાવો પ્રેરીત કરવામાં આવતા હોય છે. જાહેરસભા તેમજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ઼ છે.

૪૯માં પ્રાંત અધિવેશનની તૈયારીના ભાગરૂપે આજે રોજ રાજકોટ મહાનગરની એક વિશેષ બેઠકનું દર્શનસિંહ સિંધવ (રાજકોટ મહાનગર મંત્રી) આયોજન કરવામાં આવ્યું. જેમાં અધિવેશનના વ્યવસ્થા પ્રમુખ તરીકે હિમાલયસિંહ ઝાલા (જિલ્લા સંયોજક - રાજકોટ જિલ્લો), અધિવેશનની તૈયારીને લઇને વિવિધ સમિતિઓના ઇન્ચાર્જ નિશ્ચિત કરવામાં આવ્યા છે.

જેમાં કાર્યાલય સમિતિ - શ્યામ ગઢવી, નિવાસ સમિતિ - મયુરસિંહ જાડેજા, પ્રચાર પ્રસાર સમિતિ - પાર્થ પ્રજાપતિ, જળ સ્વચ્છતા સમિતિ - રોનક રાઠોડ, પ્રદર્શની સમિતિ - તેજસિંહ સોઢા, ભોજન વ્યવસ્થા સમિતિ - દુલાભાઇ ગઢવી, નિર્માણ સમિતિ - દર્શનસિંહ સિંધવ, કોષ સમિતિ - યોગેશ રાઠોડ, સુરક્ષા સમિતિ મોહિતસિંહ જાડેજા, શોભાયાત્રા સમિતિ - ધવલ પરમાર, યાતાયાત સમિતિ - હર્ષવર્ધન લીંબાસિયા, ધ્વની પ્રકાશ સમિતિ - જય પટેલ, જાહેરસભા સમિતિ - રોહિત ગોહિલ, અતિથિ સત્કાર સમિતિ - અમીરાજ ડોડીયાનો સમાવેશ થાય છે.

દરેક સમિતિની વ્યવસ્થાઓને લઇને બેઠકનો દોર શરૂ થઇ ગયો છે. ગુજરાતભરમાંથી આવનારી છાત્ર શકિતને રાજકોટમાં આવકારવા મહાનગરના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ છે.

(3:51 pm IST)