Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર બચો ઉર્ફે સતીષ પકડાયો

એ-ડીવીઝન પોલીસે કોળી શખ્સને નવાગામમાંથી દબોચ્યો

રાજકોટ તા. ૧૩ : મોચીબજાર તીલક પ્લોટ હરીજનવાસમાં રહેતો એક કોળી શખ્સ એક માસ પહેલા સગીરાને ભગાડી ગયો હતો. તેને એ-ડીવીઝન પોલીસે ઝડપી લીધો હતો અને તેની સામે બળાત્કારની કલમનો ઉમેરો કર્યો હતો.

મળતી વિગત મુજબ મોચીબજાર તીલક પ્લોટ હરીજનવાસમાં રહેતો બચો ઉર્ફે સતિષ ભુપતભાઇ સોલંકી (ઉ.વ.૨૦) એક માસ પહેલા હરીજનવાસ ચબુતરા પાસેથી એક સગીરાને ભગાડી ગયો હતો. આ બનાવ અંગે એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ થઇ હતી. દરમિયાન એ-ડીવીઝન પોલીસ મથકના એએસઆઇ શીવરાજસિંહ, ભરતસિંહ, હાર્દિકસિંહ, ઇન્દુભા, નરેશભાઇ, ભાવેશભાઇ, કરણભાઇ તથા ક્રિપાલસિંહ સહિતે બાતમીના આધારે બચો ઉર્ફે સતિષ ભૂપત સોલંકી (ઉ.વ.૨૧) (રહે. મોચીબજાર ખાડામાં શેરી નં. ૩)ને નવાગામ પાસેથી પકડી લીધો હતો. સતિષ સગીરાને મુંબઇ અને સુરત ભગાડી ગયો હતો. બાદ૧૦ દિવસ પહેલા નવાગામ આવ્યો હતો અને ભાડે રહેતો હતો. આ બનાવમાં પોલીસે સતિષ કોળી સામે બળાત્કારની કલમનો ઉમેરો કરી તપાસ એસ.ટી.એસ.સી. સેલના એસીપી બી.બી.રાઠોડ, રાઇટર રાજુભાઇ તથા જે.પી.મહેતાએ તપાસ આદરી છે. સતિષ અગાઉ ગાંધીગ્રામ પોલીસ મથકમાં બળાત્કારના ગુન્હામાં પકડાઇ ચૂકયો છે.

(3:50 pm IST)