Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

ભૂપતભાઈ બોદરના પુત્રના જન્મદિન નિમિતે જાન્યુઆરીમાં ૧૮ સર્વજ્ઞાતિય સમુહલગ્નનું આયોજન

દિકરીઓને કરીયાવરમાં તમામ ચીજવસ્તુઓ અપાશેઃ ફંડફાળો નહિ લેવાય

રાજકોટ,તા.૧૩ : શહેરના ભાજપના માજી નગરસેવક અને ઉદ્યોગપતિ તથા ફિલ્મ પ્રોડયુસર ભૂપતભાઈ બોદર સંચાલીત દુધીબેન જસમતભાઈ બોદર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભૂપતભાઈના પુત્ર જેમીનનાં ૧૮માં જન્મદિવસની વિશિષ્ટ ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલે છે.

ભૂપતભાઈ બોદર દ્વારા તેમના પુત્રનાં જન્મદિવસ નિમિતે કોઈ પાર્ટીના ભપકા કરવાનો બદલે. જેમિનનાં ૧૮માં જન્મદિવસની ઉજવણી વધુ યાદગાર બને તે માટે તા.૨૫ જાન્યુઆરીના સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે.

તેઓએ જણાવ્યુ હતું કે, મારો પુત્ર ૧૭ વર્ષ પૂર્ણ કરી તા.૨૫ જાન્યુ. ૧૮માં વર્ષમાં પ્રવેશ કરનાર છે ત્યારે કોઈ સારૂ કાર્ય કરી આત્મ સંતોષ મેળવવાના હેતુથી ૧૮ દિકરીઓના સમુહલગ્નનું આયોજન કરાયુ છે અને તેમાં પણ જ્ઞાતિબાધ વગર સર્વજ્ઞાતિય સમુહલગ્ન યોજવા નકકી કરાયું છે અને સંપૂર્ણ હિન્દુવિધિ મુજબ લગ્ન કરવામાં આવશે તેમજ તમામ દિકરીઓને સંપૂર્ણ કરિયાવર પણ આપવામાં આવશે.

આ સમુહલગ્નોત્સવ માટે નામ નોંધાવવા માટે ભૂપતભાઈ બોદરનો મોં.નં.૯૮૨૫૦ ૪૬૭૫૯ ઉપર અથવા મહાદેવ જીનીંગ, શિવમ-જેમીન પેટ્રોલીયમ, તાત્કાલીક હનુમાન મંદિરની સામે ભાવનગર રોડ કાળીપાટ ખાતે જગદીશભાઈ બોદર મો.નં.૯૮૨૫૨ ૧૯૩૫૯ ઉપર અથવા ઉપેન્દ્રભાઈ પટેલ નિરાલી એસટીડીપીસીઓ, સોરઠીયા વાડી ચોક રાજકોટ ખાતે નોંધાવી દેવા જણાવાયું છે.

આ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ સફળ બનાવવા રાજુભાઈ કીકાણી, શૈલેષભાઈ શીંગાળા, પ્રવિણ કીયાડા, જગદીશભાઈ બોદર, સંદિપ ઢાંકેચા, ચંદુભાઈ બોદર, સી.ટી.પટેલ, પરેશ લીંબાસીયા, સુરેશ વસોયા, રમેશ તાળા, જીતુ બોદર તથા હરિભાઈ બોદર સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહયા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:50 pm IST)