Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

રાજકોટ ગ્રાહક તકરાર ફોરમ દ્વારા વિમા ધારકની તરફેણમાં મહત્વનો ચુકાદો

ટ્રાન્સપોર્ટરની બેદરકારીના કારણે થયેલ નુકશાનની વસુલાત અંગે

રાજકોટ તા. ૧૩: ટ્રાન્સ્પોર્ટરની બેદરકારીને કારણે થયેલ નુકશાનની વસુલાત કરવા રાઇટ ઓફ સબ્રોગેશન અંતર્ગત વિમાકંપનીને તમામ અધિકારો મળી જતા હોય પોલીસીની શરતો મુજબ વિમાધારકને મળવાપાત્ર લાભથી વંચિત રાખી શકાય નહિં તેણે ગ્રાહક ફોરમે મહત્વપૂર્ણ ચુકાદો આપેલ હતો.

આ કેસની હકીકત જોતા મોરબીની જાણીતી વિટ્રીફાઇડ ટાઇલ્સ બનાવતી કંપની મે. સીયારામ વિટ્રીફાઇડ પ્રા. લી. દ્વારા મોરબીથી મુન્દ્રા ટ્રાન્સપોર્ટર મારફત વિટ્રીફાઇડ ટાઇલ્સ મોકલવામાં આવેલ હતી. માલ મોકલતા પહેલા સદરહું માલનો વિમો લેવામાં આવેલ હતો. તા. ૧૮/૦પ/ર૦૧૪ના રોજ મોરબીથી માલ ભરવામાં આવેલ પરંતુ તા. રર/૦પ/ર૦૧૪ સુધી માલ મુન્દ્રા ન પહોંચતા ટ્રાન્સ્પોર્ટર દ્વારા ટલ્રકની શોધખોળ કરવામાં આવી અને આ શોધખોળ દરમિયાન જાણવા મળ્યું કે સામી પોલીસ સ્ટેશનથી દુર સામી રોડ ઉપર ટ્રક બીનવારસી પડેલો છે અને ટ્રકમાં રહેલ માલ ચોરાઇ ગયેલ છે. વધુ તપાસ કરતા માલુમ પડયું કે ટ્રક ડ્રાઇવર પણ લાપતા છે અને આ અંગે ટ્રાન્સપોર્ટર દ્વારા આ કામના ફરીયાદી મે. સીયારામ વિટ્રીફાઇડ પ્રા. લી.ને તા. ર૬/૦પ/ર૦૧૪ના રોજ જાણ કરવામાં આવી અને તદાનુસાર આ કામના ફરીયાદીએ આ કામના સામાવાળા વિમા કંપનીને માલની ચોરી અને 'નોન ડીલીવરી ઓફ ગુડસ' ની જાણ કરવામાં આવી અને વિમાધારકે લીધેલ મરીન ઇન્સ્યોરન્સ પોલીસી અંતર્ગત કલેઇમ કરવામાં આવ્યો. સદરહું કલેઇમ નામંજુર કરતા વિમા કંપનીએ ગ્રાહક ફોરમમાં કેસ કરેલ હતો.

આમ વિમાધારક તરફે રજુ થયેલ ફરિયાદ, દસ્તાવેજી આધારો તથા અસરકારક અને સચોટ દલીલો ધ્યાને લઇ રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ (મેઇન) દ્વારા ગ્રાહક એટલે કે વિમાધારકની તરફેણમાં ચુકાદો આપતા ઠરાવવામાં આવ્યું હતું કે ફરીયાદીની ફરીયાદ મંજુર રાખવામાં આવે છે અને હુકમ કરેલ હતો કે વિમા કંપનીએ ફરીયાદીને વિમાની રકમ રૂ. પ,૦૭,૦ર૯/- ફરીયાદની તારીખથી વાર્ષિક ૬ ટકા વ્યાજ સાથે તથા ગ્રાહકે વેઠવા પડેલ શારિરીક, માનસીક ત્રાસ બદલ રૂ. પ૦૦૦/- વળતર અને ફરીયાદ ખર્ચના રૂ. ર૦૦૦/- હુકમની તારીખથી દિવસ-૩૦ માં ચુકવી આપવા.

આ કામમાં ફરીયાદી મે. સીયારામ વિટ્રીફાઇડ પ્રા. લી. મોરબી વતી એડવોકેટ શ્રી ગજેન્દ્ર એમ. જાની તથા શ્રી નયન આર. મહેતા રોકાયેલ હતા.

(3:49 pm IST)