Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

શુક્રવારથી ત્રણ દિ' અર્બન વિવાહ એકઝીબીશન

રેસકોર્ષ મેદાનમાં યોજાશેઃ ''મિસિસ રાજકોટ'' કોમ્પીટીશનનું પણ આયોજન : કંકોત્રી, ગોલ્ડ-જવેલરી સહિત લગ્નની તમામ આઈટમો એક જ જગ્યાએથી મળશેઃ અંતરીય સુદના હસ્તે ઉદ્દઘાટન

રાજકોટ,તા.૧૩ : આગમી ૧૫ થી ૧૭ ડિસેમ્બર (શુક્ર થી રવિ) દરમ્યાન રાજકોટના આંગણે ભવ્ય વેડિંગ એકઝીંબીશન ''અર્બન વિવાહ'' યોજાઈ રહયુ છે, જેમાં ગોલ્ડ-ડાયમંડ જવેલરીથી લઈને કાર્ડ કંકોત્રી સહિતની તમામ લગ્નસરા અને શુભ પ્રસંગોની ખરીદી માટેની તમામ આઈટમો અને આ પ્રસંગોને અનુરૂપ કેટરર્સ અને ટુર્સ ટ્રાવેલ્સ જેવી ફેસલીટીઝનો સમાવેશ થાય છે.

આપણે ભારતીયો માટે લગ્ન માત્ર સામાજીક પ્રસંગ જ નહીં પરંતુ એક સંસ્કાર પણ છે. તેથી માત્ર એ વ્યકિતગત જ નહિં પરંતુ આપણી ભવ્ય ભારતીય સંસ્કૃતિની રીતે પણ તેનુ અનેરૂ મહત્વ છે. અહીં લગ્નએ માત્ર બે વ્યકિતનો જ પ્રસંગ બની ન રહેતા સંપૂર્ણ પરિવાર- સમાજનો પ્રારંભ બની રહે છે અને તેથી જ આ શુભ અવસરની ઉજવણી માટે ખુબજ ચીવટપૂર્વક તૈયારીઓ કરવામાં આવે છે.

 શહેરના રેસકોર્ષ મેદાનમાં યોજાઈ રહેલ આ અર્બન વિવાહ એકઝીબીશનમાં લગ્નની ઉજવણી કરવા તેમજ તેને સબંધીત જરૂરી તમામ પાસાઓને અનુલક્ષીને વેડિંગ ફેશન અને લાઈફ સ્ટાઈલ આઈટમ્સ, જેમાં ગોલ્ડ અને ડાયમંડ જવેલરી, વેડીંગ સાડી, ફેશન જવેલરી, ડિઝાઈનર વેર, શૂટ અને શેરવાની, વેડીંગ એસેસરીઝ, બ્યુટી પાર્લર, ફુટવેર, હેન્ડલુમ હેન્ડીકાફટ, કોસ્મેટીક, કાર્ડ અને કંકોત્રી, ગીફટ આર્ટીકલ્સ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિડીયોગ્રાફી- ફોટાગ્રાફી, વેડીંગ પ્લાનર, મેરેજ બ્યુરો, કેટરર્સ, ડેકોરેટર્સ, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ તેમજ બેન્કવેટ હોલ વગેરે સબંધીત ફેસેલીટીઝનો સમાવેશ છે.

 આ વેડિંગ ફેશન અને લાઈફ સ્ટાઈલ એકઝીબીશન અર્બન વિવાહનું ઉદ્દઘાટન ૧૫મીના શુક્રવારે રાજકોટ જીલ્લા પોલીસ વડા શ્રી અંતરીપ સુદના હસ્તે થશે.

વેડિંગ એકઝીબીશનમાં ૧૬મીના ''મિસિસ રાજકોટ ૨૦૧૭'' કોમ્પીટીશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વધુ વિગતો માટે રોનક પટેલ મો.૭૨૨૬ ૦૯૦૯૦૯ અને દૃષ્ટી વિઠલાણી મો.૮૧૨ ૮૧૨ ૮૧૧૦ સંપર્ક કરવો. તસ્વીરમાં અર્બન વિવાહના સંદીપ વાડદોરીયા, સાગર વાડદોરીયા અને બકુલભાઈ મહેતા (પ્રશાંત પબ્લીસીટી) નજરે પડે છે.

(3:49 pm IST)