Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

અજમેરની કોળી પરિણિતાના આપઘાત કેસમાં સાસુના આગોતરા જામીન મંજુર

રાજકોટ, તા.૧૩ : રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના અજમેર ગામમાં રહેતી કોળી પરિણિતા વર્ષાબેન સાસરીયાના ત્રાસને કારણે ઝેરી દવા પી આપઘાત કરી લેતા નોંધાયેલ ફરીયાદના કામે ચંપાબેનની જામીન અરજીને કોર્ટે મંજુર કરી હતી.

આ કેસની હકીકત એવી છે કે, તા. ર૭/૮/ર૦૧૭ના રોજ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના અજમેર ગામમાં રહેતી કોળી પરિણિતા વર્ષાબેને દવા પી આપઘાત કરી લીધેલ હતો જે સબંધે મરણજનારના પિતા ભનાભાઇ સુરાભાઇ પલાળીયાએ વિંછીયા પો.સ્ટેશનમાં (૧) દેવરાજભાઇ ઝાપડીયા (સસરા) (ર) નિલેશ દેવરાજભાઇ ઝાપડીયા (પતિ) (૩) શાંતુબેન દેવરાજભાઇ ઝાપડીયા (સાસુ) રહે. મુ. અજમેર, તા. વિંછીયા, જિ. રાજકોટ સામે ફરીયાદ કરેલ હતી.

આરોપી વિરૂદ્ધ પોલીસમાં ફરીયાદ ગુજરનારના સાસુ ચંપાબેન દેવરાજભાઇ કોર્ટમાં સરન્ડર થઇ તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફત ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરેલ હતી.

આરોપી પક્ષે સાસુએ કરેલ જામીન અરજી સુનાવણી અર્થે નીકળતા આરોપી તરફે એવી રજુઆત થયેલ કે ભોગ બનનારનું આપઘાત કરવાનું કારણ અકળ છે તેમજ બનાવ સમયે તથા સ્થળે સાસુ હાજર ન હતા. જેથી અરજદાર સાસુ સામે ઇ.પી.કો. કલમ-૩૦૬, ૪૯૮(ક), ૧૧૪ તથા દહેજ પ્રતિબંધક મુજબના ગુનામાં કોઇ આવશ્યક તત્વો આકર્ષીત થતા ન હોવાથી સાસુના જામીન મંજુર કરવા અરજ કરેલ હતી.

ગુજરાત હાઇકોર્ટે દ્વારા બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપી પક્ષે રજૂ થયેલ ચૂકાદાઓ તથા દલીલો માન્ય રાખી ચંપાબેનના જામીન શરતોને આધીન મંજુર કરેલ હતા.

આ કામમાં આરોપી વતી જાણીતા યુવા ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, સ્તવન મહેતા, ગૌરાંગ ગોકાણી, અમૃતા ભારદ્વાજ, કેવલ પટેલ તથા હાઇકોર્ટના ખીલન ચાંદ્રાણી, રોકાયેલ હતા.

(3:46 pm IST)