Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

દહીંમા ભેળસેળ કરવા અંગેના કેસમાં આરોપીઓને શંકાનો લાભ આપતી કોર્ટ

રાજકોટ, તા. ૧૩ :. રાજકોટ મ્યુની. કોર્પો.ના ફુડ ઈન્સ્પેકટર એ.એસ. આચાર્ય એ તા. ૧૨-૬-૨૦૦૦ના રોજ રાજ ફાસ્ટ ફુડ મહિલા કોલેજની સામે, રાજકોટની મુલાકાત લીધેલી અને વેચાણ માટે રાખે ૫૦-૫૦ ગામની દહીંની વાટકીઓ નંગ-૧૨ ખરીદ કરી નમૂનો લઈ અને બરોડા પૃથ્થકરણ માટે મોકલતા નમૂનો ભેળસેળવાળો હોવાનો રીપોર્ટ આવતા ધી પી.એફ.એ. એકટની કલમ ૭ અને ૧૬ મુજબની ફરીયાદ દાખલ કરેલ જે અંગેનો કેસ રાજકોટ મ્યુની. કોર્ટમાં ચાલી જતા આરોપી પરવાનેદાર ભુરાભાઈ છગનભાઈ અને નમૂનો આપનાર કૌશિકભાઈ સવજીભાઈ કદટડીયાને શંકાનો લાભ આપી છોડી મુકેલ છે.

આ કામમાં ફરીયાદ પક્ષ દ્વારા તથા આરોપી પક્ષ દ્વારા મૌખિક કરવામાં આવેલી ફરીયાદ પક્ષ દ્વારા આદેશાત્મક નિયમોનું પુરેપુરૂ પાલન થયેલ હોવાનું સ્પષ્ટ પુરવાર થયેલ ન હોય અને ધી પી.એફ.એ. એકટની કલમ ૧૪, ૧૮ અને ૨૦નું જો ભંગ થયેલ હોય જેથી આરોપી પક્ષ દ્વારા આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા અરજ કરેલી જે તમામ હકીકતો લક્ષમાં લઈ રાજકોટ મ્યુનિ. કોર્ટે રાજ ફાસ્ટ ફુડના પરવાનેદાર છગનભાઈ અને નમૂનો આપનાર કૌશિકભાઈ સવજીભાઈ કોટડીયાને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કામના આરોપીઓ રાજ ફાસ્ટ ફુડ સેન્ટરના પરવાનેદાર ભુરાભાઈ છગનભાઈ તથા નમૂનો આપનાર કૌશિકભાઈ સવજીભાઈ કોટડીયા તરફે રાજકોટના યુવા ધારાશાસ્ત્રી શ્રી અમિત એસ. ભગત, ભાવેશ વી. પટેલ, આનંદકુમાર ડી. સદાવ્રતિ તથા ધર્મેન્દ્ર ડી. બરવાડીયા રોકાયેલા હતા.

(3:46 pm IST)