Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

શહેરના હોર્ડીંગ્ઝ અને એડવર્ટાઈઝ એજન્સીઓ થઈ ગ્યા 'નવરાધૂપ' !!

ભલભલા રાજકારણીઓ શામ-દામ-દંડ-ભેદની નીતી-રિતીથી જેને મેળવવા માટે એડવર્ટાઈઝમેન્ટ એજન્સીઓના અચ્છો-અચ્છોવાના કરતા હતા અને ગમે તે થાય હોર્ડીંગ્ઝ જોઈએ છે તેવુ કહેતા હતા પરંતુ મતદાન પુરૂ થતા જ શહેરના હોર્ડીંગ્ઝ 'બીચારા' થઈને 'કોરાધાકોડ' નજરે પડે છે. જ્યાં આકર્ષક સૂત્રો અને મોટી મોટી 'ગુલબાંગો' લખાયેલી નજરે પડતી હતી તે હોર્ડીંગ્ઝ બીચારા કપડા વગરના માણસ જેવી હાલતમાં દેખાય છે. 'ચાર દિન કી ચાંદની'ની કહેવત તસ્વીરમાં યથાર્થ ઠરતી નજરે પડે છે (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:45 pm IST)