Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

જીનિયસ સ્કુલ દ્વારા 'ટ્રેડ મેનેફેસ્ટો'ના પ્રચાર અર્થે સાયકલ રેલી

રાજકોટ : કાલાવડ રોડ સ્થિત જીનિયસ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ દ્વારા બાળકોને પ્લેટફોર્મ પુરૂ પાડવા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે તે અંતર્ગત ધો.૧૧ કોમર્સના વિદ્યાર્થીઓ પ્રેકટીકલ જ્ઞાન મેળવે તે હેતુથી 'ટ્રેડ મેનીફેસ્ટો ૨૦૧૭' નું આયોજન તા. ૧૫ અને ૧૬ ના કરાયુ છે. જેમાં હોરર હાઉસ, ફોટોગ્રાફી ઝોન, લકકી ડ્રો વગેરેનો સમાવેશ થાય છે. આ ટ્રેડ મેનીફેસ્ટોને પ્રોત્સાહન આપવા વિવિધ ઇવેન્ટસના આયોજનો થઇ રહ્યા છે. જે અંતર્ગત ફન સ્ટ્રીટમાં ફલેશ મોબ રાખવામાં આવેલ. તેમજ તાજેતરમાં સાયકલ રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં સ્કુલના ચેરમેન ડી. વી. મહેતા તેમજ શિક્ષકગણ અને વિદ્યાર્થી ભાઇ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. તે સમયની તસ્વીર નજરે પડે છે.

(3:28 pm IST)