Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

શાંતા કલોઝના મ્હોરા વેંચનારા પરિવારના બાળકોને 'ગિફટ' નહિ ઠંડી સામે રક્ષણ જોઇએ છે!

નાતાલનું નવું વર્ષ અને ૩૧મી ડિસેમ્બર નજીક આવે એટલે શાંતા કલોઝના મહોરા, ડ્રેસ વેંચનારા ગરીબ પરિવારના લોકો અન્ય રાજ્યમાંથી રાજકોટમાં ઉતરી પડે છે. શહેરમાં અનેક ઠેકાણે આવા ગરીબ પરિવારો શાંતા કલોઝના મહોરા વેંચતા જોવા મળે છે. એવું કહેવાય છે કે નાતાલના દિવસોમાં શાંતા કલોઝ આવે છે અને ગિફટ આપે છે. પણ અહિ ગરીબ પરિવારના બાળકો કડકડતી ઠંડીમાં કોઇ ગિફટની નહિ પણ ઠંડી સામે રક્ષણ આપતા વસ્ત્રોની રાહમાં બેઠા હોય તેમ જણાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(3:27 pm IST)