Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

કાલાવડ રોડ પર સીટી બસ પાછળ બાઇક અથડાતા બખેડોઃ ચક્કાજામ

રાજકોટઃ શહેરમાં અવાર-નવાર સીટી બસ અને અન્ય વાહનો વચ્ચે ટક્કર સર્જાતી રહે છે આ કારણે બસના ચાલક અને અન્ય વાહનના ચાલકો વચ્ચે માથાકુટ પણ થતી રહી છે. અગાઉ સીટી બસના કાચ ફોડી ડ્રાઇવરોની ધોલધપાટના બનાવ પણ અનેક વખત બન્યા છે. દરમિયાન આજે બપોરે કાલાવડ રોડ અન્ડર બ્રિજ નજીક સંકલ્પસિધ્ધ હનુમાનજી મંદિર પાસે એક સીટી બસ પાછળ બાઇક અથડાઇ પડતાં તેના ચાલક અને બસના ચાલક વચ્ચે ભારે ચડભડ થઇ હતી. બસ ચાલકે ઓચિંતી બ્રેક મારી દીધાનો રોષ બાઇક ચાલકે વ્યકત કરતાં ભારે જીભાજોડી થઇ હતી. બનાવને પગલે વાહનો રોડ વચ્ચે જ રાખી દેવામાં આવતાં બીજા વાહનોની કતારો લાગી ગઇ હતી અને થોડો સમય માટે ચક્કાજામ થઇ ગયા હતાં. જો કે આ મામલે કોઇ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. તસ્વીરમાં અકસ્માત બાદ ટ્રાફિક જામ થયેલો દેખાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:23 pm IST)