Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

ચક્કર આવ્યા બાદ રિધ્ધી સિધ્ધી સોસાયટીના ૩૦ વર્ષના બ્રાહ્મણ યુવાન વિષ્ણુ જોષીનું મોત

બેભાન હાલતમાં ગંજીવાડાના જયાબેન મકવાણા અને મોચીનગરના ભાવેશ ધોળકીયાનું મોત

રાજકોટ તા. ૧૨: દૂધ સાગર રોડ પર રિધ્ધી સિધ્ધી સોસાયટી હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતાં અને મોબાઇલ કંપનીમાં નોકરી કરતાં વિષ્ણુ વૃજલાલ જોષી (ઉ.૩૦)ને રાત્રે સાડા નવેક વાગ્યે ઘરે હતો ત્યારે અચાનક ચક્કર આવ્યા બાદ બેભાન થઇ પડી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

મૃત્યુ પામનાર વિષ્ણુ બે ભાઇમા઼ મોટો હતો. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પિતા વૃજલાલ રિક્ષાચાલક છે અને સિકયુરીટીની નોકરી પણ કરે છે. યુવાન દિકરાના મોતથી પિતા, માતા ચંપાબેન, પત્નિ, સંતાનો શોકમાં ગરક થઇ ગયા હતાં. થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં ગંજીવાડા-૪૮ના ખુણે રહેતાં જયાબેન હમીરભાઇ મકવાણા (ઉ.૫૮) નામના વાલ્મિકી મહિલાને કિડનીની બિમારી હોઇ બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

ત્રીજા બનાવમાં શિતલ પાર્ક પાસે મોચીનગર-૨માં રહેતાં રિક્ષાચાલક ભાવેશ જીણાભાઇ ધોળકીયા (ઉ.૩૦)ને ટીબીની બિમારી હોઇ બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ મોત નિપજ્યું હતું. મૃતક ત્રણ ભાઇ અને એક બહેનમાં નાનો હતો. સંતાનમાં બે પુત્ર છે. બનાવથી સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો. ગાંધીગ્રામના હેડકોન્સ. ઘેલુભાઇ શિયાર અને રાજેશભાઇ ગઢવીએ જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૫)

(10:32 am IST)