Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

ત્રણ મહિના પહેલા દાઝેલા ભાડલાના આધીયા ગામના ચંપાબેન કોળીનું મોત

રાજકોટ તા.૧૩: જસદણના ભાડલાના આધીયા ગામે રહેતાં ચંપાબેન રમેશભાઇ સુરેલા (ઉ.૪૦) નામના કોળી મહિલા ત્રણ મહિના પહેલા વાડીએ ચુલા પર રસોઇ બનાવતાં હતાં ત્યારે કેરોસીનનો દીવો પડતાં ભડકો થતાં દાઝી ગયા હતાં. પાળીયાદ સારવાર લીધા બાદ રાજકોટ ખસેડાયા હતાં. બે માસથી ઘરે જ હતાં. ગયા શુક્રવારે તબિયત બગડતાં ફરીથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ આજે સવારે દમ તોડી દીધો હતો.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારના પતિ રમેશભાઇ મોહનભાઇ મજૂરી કરી ગુજરાન ચલાવે છે. સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. (૧૪.૫)

(10:31 am IST)