Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

ભગવતીપરામાં ઓનલાઇન વર્ગ પુરો કર્યા બાદ ધો-૧૦ની છાત્રાએ મોત મેળવી લીધું

ગળાફાંસો ખાઇ લીધોઃ ૧૬ વર્ષની સીમરન કોટક સ્કૂલમાં ભણતી હતીઃ પરિવાર મુળ કોલકત્તાનો

રાજકોટ તા. ૧૩: કોરોનાને કારણે લોકડાઉન-અનલોક ચાલતું હોઇ શાળા-કોલેજ હજુ પણ બંધ છે. હાલ છાત્રો ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે. ઘણાને આ અભ્યાસ ગમતો નથી. દરમિયાન આજે ભગવતીપરા સુખસાગર સોસાયટી-૩માં રહેતી સીમરન શફીકભાઇ શેખ (ઉ.વ.૧૬) નામની ધોરણ-૧૦ની વિદ્યાર્થીનીએ બપોરે ઓનલાઇન વર્ગ પુરો થયા બાદ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

સિમરણ્ન કોટક સ્કૂલમાં ધોરણ-૧૦માં ભણે છે. બપોરે એકાદ વાગ્યા બાદ ઓનલાઇન શિક્ષણનો વર્ગ પુરો કર્યા બાદ તેના માતા બાથરૂમ ગયા અને પાછા આવ્યા ત્યાં સુધીમાં સીમરને ગળાફાંસો ખાઇ લીધો હતો. તેણીને હોસ્પિટલે ખસેડાઇ હતી. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યો હતો.

તેણી એક ભાઇથી મોટી હતી. તેના પિતા સોની કામ કરે છે. આ પરિવાર મુળ કોલકત્તાનો વતની છે. બી-ડિવીઝનના હેડકોન્સ. વી. કે. સોલંકી અને કિશનભાઇએ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

(3:58 pm IST)