Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

પૂ.શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમ દ્વારા આસો નવરાત્રીમાં રામચરિત માનસજીના પાઠ

૨૫ સંત ભગવાનની મર્યાદીત સંખ્યામાં સરકારી ગાઇડ લાઇનના પાલન સાથે પાઠ કરાશે : ભાવિકોને ઘરે ઘરે પાઠ કરી જોડાવા સદ્દગુરૂ સદ્દન ટ્રસ્ટનું આહવાન

રાજકોટ તા. ૧૩ : સદ્દગુરૂ સદ્દન ટ્રસ્ટ (પૂ.શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમ) પરિવાર દ્વારા આસો નવરાત્રીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રામચરિત માનસજીના પાઠનું આયોજન કરાયુ છે. આસો સુદ એકમના તા. ૧૭-૧૦-૨૦૨૦ ના શનિવારથી તા. ૨૫-૧૦-૨૦૨૦ ના આસો સુદ નોમ સુધી ફકત ૨૫ સંત ભગવાનની મર્યાદીત સંખ્યામાં જ આ પાઠ સરકારની ગાઇડ લાઇનની તકેદારી સાથે કરવામાં આવશે. ધર્મપ્રેમી ગુરૂ ભાઇ બહેનો પોત પોતાના ઘરે પાઠ કરીને આ નવાહ પાઠમાં સામેલ થઇ શકશે. અ માટે મો.૯૫૮૬૩ ૦૮૧૭૮ અથવા મો.૮૪૬૦૯ ૨૮૫૦૮ ઉપર વોટઠસ એપ મેસેજ અથવા ફોન કોલ કરીને નામ નોંધાવી શકાશે. વધુને વધુ સંખ્યામાં ધર્મપ્રેમીજનોએ પાઠમાં જોડાવા સદ્દગુરૂ સદ્ન ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરાયો છે.

(2:44 pm IST)