Gujarati News

Gujarati News

News of Sunday, 13th September 2020

રાજકોટમાં મોડીરાતે ગાજવીજ સાથે વરસાદઃ જો કે ૭.૮ મી.મી. જ પાણી વરસ્યુ

રાજકોટઃ શહેરમાં અસહય ઉકળાટ બફારાનો અનુભવ થઇ રહયો છે. ગઇકાલે બપોરના ત્રણેકવાગે વાદળો બંધાયા હતા. વરસાદી વાતાવરણ બની ગયું હતુ. દરમિયાન રાત્રીના વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડયો હતો. થોડીવાર તો એવુ લાગતુ હતુ કે જોરદાર તૂટી પડશે પરંતુ મેઘરાજાએ વિરામ લઇ લીધો હતો. હવામાન ખાતામાં માત્ર ૭.૮ મી.મી. વરસાદ નોંધાયો છે. જયારે મોસમનો કુલ ૪૭ ઇંચ વરસી ગયો છે. આજે પણ બપોર બાદ વરસાદની સંભાવના છે.

(11:36 am IST)