Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

રાજકોટ ગ્રામ્ય પંથકની સગીરાને દિપકે કંઇક પીવડાવ્યા બાદ હાલત બગડી

મુળ રાજસ્થાનનો દિપક બે દિવસ પહેલા બાઇકમાં બેસાડી લઇ ગયો ને સાંજે પાછી મુકી ગયો'તોઃ વાત પોલીસ સુધી પહોંચી

રાજકોટ તા. ૧૩: શહેરના ગ્રામ્ય પંથકની એક ૧૬ વર્ષની સગીરાને બે દિવસ પહેલા બલદેવ પેટ્રોલ પંપ નજીક બોલાવી બાઇકમાં બેસાડી મુળ રાજસ્થાનનો દિપક નામનો શખ્સ સાથે લઇ ગયો હતો. સોડામાં કંઇક પીવડાવતાં તેની હાલત બગડી હતી. બે દિવસથી તબિયત ખરાબ હોઇ ગઇકાલે સગીરાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં તબિબે પોલીસ કેસ જાહેર કરતાં કુવાડવા રોડ પોલીસને જાણ કરાઇ હતી.

સગીરાના સગા અને દિપક સાથે કામ કરતાં હોઇ જેથી બંનેની ઓળખ થઇ હતી. ફોસલાવીને દિપકે ફોન નંબર લઇ લીધા બાદ ૧૦મીએ સવારે ફોન કરી બોલાવી હતી અને સાથે લઇ ગયો હતો. એ પછી સાંજે ઘરે મુકી ગયો હતો. ત્યારથી સગીરાની તબિયત નરમ ગરમ રહેતી હતી. ઘરના લોકોએ પુછતાં પોતાને દિપકે સોડામાં કંઇક પીવડાવ્યાનું કહ્યું હતું. રેસકોર્ષ સહિતના સ્થળોએ પોતાને ફેરવીને પાછી મુકી ગયાનું સગીરાએ કહ્યું હતું. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(12:47 pm IST)