Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

પ લાખના માલની છેતરપીંડી કરવા અંગે પોલીસને ફરિયાદ

રાજકોટ તા. ૧૩: અત્રે રૂા. પ-લાખના માલની આર્ય ભગવતી એન્‍ટરપ્રાઇઝ ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર પેઢી સામે છેતરપિંડીની ફરીયાદ થયેલ છે.

આ કેસની વિગત એવી છે કે, રાજકોટના મવડી પ્‍લોટ વિસ્‍તારમાં આવેલ ઉમાકાન્‍ત પંડીત ઉદ્યોગનગરમાં ‘રોયલ સ્‍ટીલ કંપની૩ના નામથી અશ્‍વીનભાઇ ભીખાભાઇ રામાણી પ્રોપરાઇટર દરજજે અલગ અલગ પ્રકારનું લોખંડ તથા સ્‍ટીલનું વેંચાણ કરે છે.

આ કામના આરોપીઓ ઇશ્‍વરભાઇ મુળજીભાઇ ગેહી તથા ભાવેશભાઇ ભગવતીપ્રસાદ વ્‍યાસ તેઓ બંને ‘આર્ય ભગવતી એન્‍ટરપ્રાઇઝ' ના નામથી ભાગીદાર દરજજે સરદાર નગર મેઇન રોડ, એસ્‍ટ્રોન ચોક, રાજકોટ મુકામે ઇન્‍ફ્રાસ્‍ટ્રકચરનો ધંધો કરતા હોય તેઓને જરૂરીયાત મુજબનું ફરીયાદી પેઢી પાસેથી લોખંડની ખરીદી કરતા રહેલા હતા પરંતુ છેલ્લે બાકી રહેતી રકમ રૂા. પ,ર૭,રરર/- અંકે રૂપિયા પાંચ લાખ સત્‍યાવીસ હજાર બસ્‍સો બાવીસની વારંવાર માંગણી કરવા છતાં ચુકવતા ન હોય અને કોઇ જવાબ પણ આપતા ન હોય અશ્‍વીનભાઇ રામાણીએ ‘‘આર્ય ભગવતી એન્‍ટરપ્રાઇઝ'' ના ભાગીદારો ઇશ્‍વરભાઇ મુળજીભાઇ ગેહી તથા ભાવેશભાઇ ભગવતીપ્રસાદ વ્‍યાસ સામે ગુનાહીત વિશ્‍વાસઘાત અને છેતરપીંડી કરવા બાબતે ધી ઇન્‍ડિયન પીનલ કોડ-૧૮૬૦ ની કલમ ૪૦૬, ૪૦૯, ૪ર૦, હેઠળ પોલીસ સ્‍ટેશનમાં છેતરપિંડી અંગેની ફરીયાદ વકીલ શ્રી અતુલ સી ફળદુ મારફત નોંધાવી છે.

(3:48 pm IST)