Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ કાલે રાજકોટમાં : ઢગલાબંધ કાર્યક્રમો

લોકાર્પણ, કોર્પોરેશન અને કલેકટર કચેરી ખાતે અધિકારીઓ - પદાધિકારીઓ સાથે મીટીંગ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપશે

રાજકોટ : રાજયના મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ આવતીકાલે રાજકોટ આવી રહ્યા છે. તેઓ ઢગલાબંધ કાર્યક્રમોમાં હાજરી આપનાર છે.
ભુપેન્‍દ્રભાઈ કાલે સવારે ૯:૨૦ કલાકે રાજકોટ એરપોર્ટ ખાતે આગમન થશે. ત્‍યારબાદ ૧૦ કલાકે રામપરા વીડી ખાતે લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્‍યારબાદ ૧૧:૪૦ કલાકે રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન ખાતે અધિકારીઓ - પદાધિકારીઓ સાથે મીટીંગ કરશે.
બપોરે ૧ વાગ્‍યે સર્કિટ હાઉસ ખાતે પદાધિકારીઓ સાથે લંચ લેશે. ત્‍યારબાદ બપોરે ૨ વાગ્‍યાથી મીટીંગ રાખવામાં આવી છે. બપોરે ૩ાા કલાકે રાજકોટ કલેકટર ઓફીસ ખાતે અધિકારીઓ સાથે શ્રી પટેલ ચર્ચા વિચારણા કરશે. સાંજના ૫ વાગ્‍યે હોટેલ ઈમ્‍પેરીયલ પેલેસ ખાતે એક ઈનોગ્રેશન પ્રોગ્રામમાં હાજરી આપશે. ત્‍યારબાદ સાંજે ૬ વાગ્‍યે રાજકોટથી ગાંધીનગર જવા રવાના થશે.

 

(3:15 pm IST)