News of Saturday, 13th January 2018

લોકોને મકરસંક્રાતિ પર્વની શુભેચ્છા પાઠવતા ભંડેરી-ભારદ્વાજ-મિરાણી

રાજકોટ તા.૧૩: ગુજરાત ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ  ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ શહેરીજનોને મકરસંક્રાતિ પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યું છે કે ઉતરાયણ આપણો સામાજિક તહેવાર છે સમાજના નાના-મોટા, અબાલ-વૃધ્ધ, સ્ત્રી અને પુરૂષ, શ્રીમંત અને ગરીબ, દરેક સમાજનો લોકો માટે આ તહેવારનું પોતપોતાની રીતે આગવું મહત્વ છે

સાથોસાથ આ પર્વની મોટી મર્યાદા એ છે કે પતંગોના પાકકા દોરાઓ પંખીઓની પાંખ વીજે છે. નિદોર્ષ પશુપક્ષી ઘાયલ થાય છે. પશુ-પક્ષી પ્રેમીઓ આ પર્વને દાનનો મહિમા પૂરતો રાખવાની યાચના કરે છે. કા તો કાચા દોરા રાખવામાં આવે તો જીવહાનિ થાય નહી. આ પર્વની બીજી મર્યાદા એ છે લોકો એટલા ગાંડાતુર થાય છે કે અગાસીમાંથી પડી જવાના અઢળક કિસ્સાઓ પણ બેને છે. તેમ જણાવી સૌએ થોડી કાળજી રાખી પર્વ મનાવવા અંતમાં ધનસુખ  ભંડેરી, નિતીન ભારદ્વાજ, કમલેશ મિરાણીએ અપીલ કરી છે.(૧.૧૪)

(4:22 pm IST)
  • આઇડિયા સેલ્યુલરએ જણાવ્યું છે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) દ્વારા વોડાફોન ઇન્ડિયા - આઇડિયા સેલ્યુલરના પ્રસ્તાવિત મર્જરને મંજૂરી આપી દીધી છે. આ મર્જરને પહેલાથીજ બજાર નિયમનકાર સેબી અને ભારતીય સ્પર્ધાત્મકતા પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ ગઈ છે. નોંધપાત્ર રીતે આ મર્જર થયેલ નવી કંપની 35 ટકા બજારહિસ્સા સાથે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બનશે. access_time 8:41 pm IST

  • સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ પૈકી એક, જેમણે ભારતના મુખ્ય ન્યાયાધીશ સામે બળવો કરવાના પગલા લીધા છે, તેવા શ્રી કુરિયન જોસેફે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમણે જે મુદ્દાઓ ઉઠાવ્યા છે, તે મુદ્દા કોર્ટની અંદરજ ઉકેલવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વિવાદને બહારથી ઉકેલવાની જરૂર નથી. જો કે, તેમણે આજે પુનરોચ્ચાર કર્યો હતો કે સુપ્રીમ કોર્ટમાં સુધારા કરવાની જરૂર તો છેજ. access_time 11:31 pm IST

  • ઉમા ભારતી નારાજ છે દિલ્હી છોડીને ભોપાલમાં : કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી દિલ્હી છોડીને ભોપાલમાં છે : મોદી કેબીનેટમાં પોતાની સ્થિતિને લઈને પરેશાન છે ઉમા ભારતી access_time 12:54 pm IST