Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

રાજ પ્રાથમિક શાળામાં પતંગોત્સવ

 રાજકોટ : દર વર્ષની જેમ આ વર્ષ રાજ પ્રાથમિક શાળા હાઇસ્કુલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગી લીધો હતો. જેમાં અજય વ્યાસ-પ્રથમ અને પ્રતિક સીતાપરા દ્વિતિયક્રમે વિજેતા થયેલ. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સંચાલક રાજેનભાઇ સિંધવ, યુ.આર.મેનોન, પ્રશાંત સિંધવ, મોહનભાઇ ભુંડીયા, વિજયભાઇ ચાવડીયા, હિરેનભાઇ ટંકારીયા, પારસભાઇ સિંધવ, બુધાભાઇ ભુંડીયા, કરણભાઇ વરાણ, સવજીભાઇ, વિકાસભાઇ, રાહુલભાઇ, સવજીભાઇ, વિકાસભાઇ, સોનલબેન સિંધવ, શોભનાબેન સિંધવ, સ્વાતી સિંધવ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.(૩-૧૧)

 

(4:20 pm IST)
  • આઇડિયા સેલ્યુલરએ જણાવ્યું છે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) દ્વારા વોડાફોન ઇન્ડિયા - આઇડિયા સેલ્યુલરના પ્રસ્તાવિત મર્જરને મંજૂરી આપી દીધી છે. આ મર્જરને પહેલાથીજ બજાર નિયમનકાર સેબી અને ભારતીય સ્પર્ધાત્મકતા પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ ગઈ છે. નોંધપાત્ર રીતે આ મર્જર થયેલ નવી કંપની 35 ટકા બજારહિસ્સા સાથે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બનશે. access_time 8:41 pm IST

  • કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્વારમૈયા અને રાજ્યના અન્ય કોંગ્રેસી નેતાઓએ દિલ્હી ખાતે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને જણાવ્યું હતું કે કર્ણાટકમાં કોઇ સત્તા વિરોધી લહેર નથી અને તેમની પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીમાં પૂર્ણ બહુમતિથી જીત મેળવશે : સિદ્વારમૈયાએ ભાજપને આતંકવાદી કહેલા પોતાના નિવેદન પર માફી માગવાનો આ મુલાકાત દરમ્યાન ઇનકાર કર્યો હતો. access_time 8:54 pm IST

  • SC બાર એસોસિએશનની સાંજે 6 વાગ્યે યોજાશે પ્રેસ કોન્ફરન્સ access_time 1:11 pm IST