Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

કોરોનાથી મૃત્યુ પામનાર પ્રદ્યુમનસિંહ.પી. ગોહિલના પુત્ર દિગ્પાલસિંહને નીટની પરિક્ષા માટે પોલીસ પરિવારે સતત હિમ્મત આપી

રાજકોટ તા. ૧૨: શહેરના પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફરજ બજાવતાં કોન્સ. પ્રદ્યુમનસિંહ પ્રવિણસિંહ ગોહિલનું કોરોનાથી અવસાન થતાં સમગ્ર પોલીસબેડામાં શોક છવાઇ ગયો છે. તેઓ ૨૨/૦૫/૯૮ના રોજ પોલીસમાં ભરતી થયા હતાં. પ્રથમ પોસ્ટીંગ જામનગર પોલીસ હેડકવાર્ટરમાં અને બાદમાં ૧/૧/૨૦૦૮થી રાજકોટમાં ટ્રાન્સફર થઇ ફરજ બજાવતાં હતાં. હેડકવાર્ટર, ટ્રાફિક શાખા અને છેલ્લે કન્ટ્રોલરૂમમાં તેઓ ખંત અને નિષ્ઠાથી ફરજ બજાવવા માટે જાણીતા હતાં. ખુબ જ સરળ અને લાગણીશીલ સ્વભાવને કારણે તેઓ બીજા કર્મચારીઓ અધિકારીઓ સાથે તુરત જ હળીમળી જતાં હતાં. તેમના અવસાનથી સમગ્ર રાજકોટ શહેર પોલીસ પરિવાર શોકમાં ગરક છે. સદ્દગતના પુત્ર દિગ્પાલસ્િંહ (ઉ.વ.૧૭) નીટની પરિક્ષાની તૈયારીમાં છે. ધો-૧૨ સાયન્સમાં તે અભ્યાસ કરે છે. નીટની પરિક્ષા આવતીકાલે જ લેવાની હોઇ અચાનક આવી પડેલા દુઃખમાં પણ  દિગ્પાલસિંહ ખુબ સારો દેખાવ કરે તે માટે પોલીસ અધિકારીઓ અને પોલીસ પરિવારના સભ્યો સતત તેને હિમત આપી રહ્યા છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, તમામ એસીપી, પીઆઇ તેમજ અન્ય કર્મચારીઓએ હેડકવાર્ટર ખાતે સ્વ. પી. પી. ગોહિલને શ્રધ્ધાંજલિ આપી હતી.

(3:33 pm IST)