Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

કોરોના સંક્રમણની ચેઇન તોડવા મ.ન.પા. દ્વારા પાંચ ડાયગ્નોસીસ સેન્ટર ખાતે વિનામુલ્યે એન્ટીજન ટેસ્ટ થશે

એચ.જે.દોશી હોસ્પીટલ, સ્વામીનારાયણ ગુરૂકુળ હોસ્પીટલ, જલારામ હોસ્પીટલ, કોઠારી ડાયગ્નોસીસ ખાતે વિનામુલ્યે કોરોનાનું નિદાન થશે

રાજકોટ, તા. ૧ર : કોરોનાની વૈશ્વિક મહામારી અનુસંધાને વાયરસના સંક્રમણને પ્રસરતો અટકાવવાના પ્રયાસો વધુ સતેજ કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ મોરચે યુધ્ધના દોરને જુદા જુદા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ૧૨૦૦ જેટલી ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ, ૫૦ ધનવંતરી રથ  દ્વારા ઉકાળા વિતરણ, ટેસ્ટીંગ અને દવા વિતરણ, ૧૨ સંજીવની રથ (૨૪ ટીમ) દ્વારા હોમ કવોરોનટાઈન દર્દીઓના સંપર્ક અને સારવાર, એવી જ રીતે હેલ્પલાઈન નંબર ૧૦૪ માં મલ્ટી માહિતીના આધારે કુલ ૧૦ સ્પેશિયલ વાહનો દ્વારા વ્યકિતના ઘેર ઘેર જઈને ચકાસણી, ટેસ્ટીંગ, દવા વિતરણ, તેમજ વોર્ડ દીઠ બબ્બે લેખે કુલ ૩૬ ટેસ્ટીંગ વાહનોની મદદથી આવશ્યકતા અનુસાર ટેસ્ટની કામગીરી કરવામાં આવી રહી છે. આ સંજોગો વચ્ચે રાજકોટ મહાનગરપાલિકાએ શહેરમાં પાંચ સ્થળે કાર્યરત્ત્। ડાયગ્નોસીસ સેન્ટર કે જયાં વ્યકિતનું સીટી સ્કેન કરવામાં આવે છે ત્યાં જે તે વ્યકિતનો એન્ટીજન ટેસ્ટ વિનામૂલ્યે કરી તેને કોરોનાની અસર છે કે કેમ તેનું નિદાન કરી આગળની કાર્યવાહી સુનિશ્યિત કરવામાં આવી રહી છે, આ સમગ્ર કામગીરી રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશનરશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, શહેરમાં જે પાંચ સ્થળે સીટી સ્કેન ડાયગ્નોસીસ સેન્ટર કાર્યરત્ત્। છે તેમાં એચ. જે. દોશી હોસ્પિટલ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ હોસ્પિટલ, શ્રી જલારામ હોસ્પિટલ, અને કોઠારી ડાયગ્નોસીસ સેન્ટર ખાતે રાજકોટ મહાનગરપાલિકાએ નિઃશૂલ્ક એન્ટીજન ટેસ્ટ બૂથ શરૂ કરી કોરોનાનું નિદાન વિનામૂલ્યે કરવાની સુવિધા નાગરિકોને ઉપલબ્ધ બનાવવામાં આવેલ છે.

અત્રે એ ખાસ નોંધવું રહયું કે, આ બૂથ શરૂ થયા પૂર્વે સીટી સ્કેન કરાવવા આવતા દર્દીને કોરોનાના નિદાન માટેના RTPCR ટેસ્ટ માટે બે દિવસ સુધી વાટ જોવી પડતી હતી. જેથી સારવાર શરૂ થવામાં સ્વાભાવિકરીતે જ ઇંતેજાર કરવો પડતો હતો. આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઇ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ પાંચેય સીટી સ્કેન ડાયગ્નોસીસ સેન્ટર ખાતે એન્ટીજન ટેસ્ટ કરવા માટેના બૂથ શરૂ કરી નાગરિકોને નિઃશૂલ્ક ધોરણે કોરોનાનું નિદાન કરાવવાની સેવા આપવાનો પ્રારંભ કરવામાં આવેલ છે.

અહી એ પણ ખાસ ઉલ્લેખ કરવો રહયો કે, RTPCR ટેસ્ટ કરાવવા માટે દર્દીએ પ્રાઈવેટ લેબમાં રૂ. ૨૫૦૦/- થી ૩૫૦૦/- જેવો ખર્ચ કરવો પડતો હોય છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એન્ટીજન ટેસ્ટિંગ બૂથની સુવિધા આપવામાં આવતા લોકોને કોરોનાનું નિદાન વિનામૂલ્યે કરાવવાની સુવિધા મળી રહી છે.

માત્ર એટલું જ નહી.....મનપા દ્વારા તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલા કુલ ૩૬ ટેસ્ટીંગ વ્હીકલ દરેક વોર્ડમાં એન્ટીજન ટેસ્ટની કામગીરી કરે છે. ૩૬ ટેસ્ટીંગ વ્હીકલ ઉપરાંત આરોગ્ય કેન્દ્રો, ૧૦૪ સેવા રથ અને ધનવંતરી રથ દ્વારા પણ વિનામૂલ્યે ટેસ્ટની કામગીરી કરવામાં આવી રહી છે.

(3:33 pm IST)