Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

મેડીકલ સ્ટોર, હોટલ અને દુકાનોમાં ગ્રાહકો એકઠા કરી જાહેરનામાનો ભંગ કરનારા વેપારી સહિત ૬૫ ઝડપાયા

રાજકોટ,તા. ૧૨: શહેરમાં કોરોના મહામારીના પગલે જાહેર કરાયેલા જાહેરનામાં અમલ માટે પોલીસ સક્રિય કામગીરી કરી રહી છે. જેમાં ગઇ કાલે અલગ -અલગ વિસ્તારમાં માસ્ક પહેર્યા વગર નિકળનારા, દુકાન, ચાની હોટલ, મેડીકલ સ્ટોર બહાર ગ્રાહકો એકઠા કરનારા વેપારીઓ સહિત ૬૫ લોકોને પકડી કાર્યવાહી કરવામાં આવી છે.

એ ડીવીઝન પોલીસે ગુજરી બજાર ગીરીરાજ કોમ્પ્લેક્ષમાં આભુષણ નામની બંગડીની દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર જીતેશ કાન્તીલાલભાઇ અનડકટ, દીગ્વીજય મેઇન રોડ પર શાલીગ્રામ એપાર્ટમેન્ટ સામે રાજ પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાનમાં માસ્ક પહેર્યા વગર વેપાર કરતા અલ્પેશ રાજેશભાઇ ચાવડા, આશાપુરા ચોક પાસે જોય સીટકવર નામની દુકાન ધરાવતા નીશીત સુરેશભાઇ માણેક, કનક રોડ પર ચામુંડા પાન નામની દુકાન રાત્રે ખુલ્લી રાખી ગ્રાહકો એકઠા કરનાર કીર્તી વસંતરાયભાઇ જોષી, ગોંડલ રોડ મક્કમ ચોક પાસે આરાધના પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર વિનુ ટપુભાઇ વિરડીયા, રજપૂતપરા મેઇન રોડ પર અમુલ પાર્લર નામની દુકાન બહાર ગ્રાહકો એકત્ર કરનાર જેન્તી મોહનભાઇ પરમાર, યાજ્ઞીક રોડ પર રાષ્ટ્રીય શાળા રોડ પર ન્યુ ક્રિષ્ના ડીલક્ષ પાન નામની દુકાન ધરાવતા હિતેષ ગોરધનભાઇ રૂધાણી, તથા બી ડીવીઝન પોલીસે માર્કેટીંગ યાર્ડના ગેઇટ પાસે બહુચર પાન એન્ડ કોલ્ડ્રીકસ નામની દુકાન બહાર ગ્રાહો એકઠા કરનાર સુરેશ કરમશીભાઇ કલોલા, તથા ભોલેપાન એન્ડ કોલ્ડ્રીકસ નામની દુકાન ધરાવતા ભાગ્યેશ હસુભાઇ કટારીયા, કન્ટેઇનમેન્જ્ઞ ઝોન આર્યનગર મેઇન રોડ પરથી ધીરૂ મોહનભાઇ ભલગામા, ભગવતીપરા મેઇન રોડ પર ચા, પાન, બીડીની ભરત પાન નામની દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર સાહીલ ફીરોઝભાઇ જસાણી, ભગવતીપરાના પુલ પાસેથી રીક્ષા ચાલક જયંતી વાલજીભાઇ ગોહેલ, ભગવતીપરા મેઇન રોડ બાઇક પર ત્રીપલ સવારી નીકળનાર વાઘજી નાથુભાઇ મોહનીયા, માર્કેટીંગ યાર્ડ પાસેથી ત્રીશુલ ટી સ્ટોલ નામની દુકાન બહાર ગ્રાહકો એકઠા  કરનાર રત્ના મયાભાઇ ભરવાડ, મોમાઇ કોલ્ડ્રીકસ દુકાન ધરાવતા નરેશ અશોકભાઇ સીંધી, ભુપત રઘુભાઇ સુસરા, ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી પાનની દુકાન ધરાવતા દીપક કાળાભાઇ મેવાડા, પેડક રોડ પરથી કિશોર કુંવરજીભાઇ ઉઘરેજા, કુવાડવા રોડ પર બજરંગ ટી-સ્ટોલ નામની દુકાન ધરાવતા હકા રામદાસભાઇ અગ્રાવત, કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી બાઇક ચાલક સુખરામ બચુભાઇ હાન્ડા તથા થોરાળા પોલીસે ચુનારાવાડ શેરી નં.૩માં ગાત્રાળ ડિલક્ષ પાન નામની દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર મેરામણ સાજણભાઇ ચાવડા, સ્વાગત પાન દુકાન ધરાવતા વિજય જયસુખભાઇ લીંબાસીયા, ચૂનારાવાડ ચોક પાસેથી શિવ કોલ્ડ્રીંકસ દુકાન ધરાવતા વિરલ ભીખાભાઇ કાનાબાર, તથા ભકિતનગર પોલીસે ૫૦ ફુટ રોડ પરસાણા સોસાયટીમાં મયુર પાન દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર ધનજી ઉકાભાઇ ઉમરેટીયા, તથા કુવાડવા રોડ પોલીસે સાત હનુમાન ચેક પોસ્ટ પાસેથી ભરત તેજાભાઇ સોલંકી રાજેશ ચનાભાઇ ભખોડીયા નવા ગામ બસ સ્ટેશન પાસેથી ભુપત રાજુભાઇ પાધરીયા, દિનેશ કરશનભાઇ વાઘેલા, સાત હનુમાન ચેક પોસ્ટ પાસેથી નવધણ પરસોતમભાઇ દેગામા, અશ્વીન રમેશભાઇ ચારોલા, જયેશ ઉર્ફે વિશાલ મગનભાઇ દેગામા, તથા આજીડેમ પોલીસે કોઠારિયા ચોકડી પાસેથી રીક્ષાચાલક સંજય હસમુખભાઇ મકવાણા, રીક્ષા ચાલક ભરત છનાભાઇ ચોવસીયા, તથા માલવીયાનગર પોલીસે કન્ટેઇનમેન્ટ ઝોન માલવીયા નગર પોલીસે કન્ટેઇનમેન્ટ ઝોન કૃષ્ણનગર મેઇન રોડ ઉત્સવ એપાર્ટમેન્ટ પાસેથી ભરત શીવલાલભાઇ રાણીંગા ખીજડાવાળો રોડ આદીત્ય પાર્ક પાસે ડીલક્ષ પાન નામની દુકાન ધરાતા હસમુખ વેજીભાઇ ચાંડેરા, મવડી પ્લોટ પાસે સરગમ પાન નામની દુકાન ધરાવતા પરેશ હઠીસીંગભાઇ સોલંકી, મવડી મેઇન રોડ પરથી મોમાઇ ટેલીકોમ દુકાન ધરાવતા હાર્દીક ભરતભાઇ બોરીચા, ઉમીયા ચોક પાસે ક્રીષ્ના પાન નામની દુકાન ધરાવતા લીજ્ઞુશ ચંદુભાઇ વાછાણી, આદ્યાશકિત હોટલમાં ગ્રાહકો એકઠા કરનાર જગદીશ ઉર્ફે જગો મધુભાઇ ધ્રાંગીયા, કૃષ્ણનગર મેઇન રોડ પર ઉમીયાજી પાન નામની દુકાન ધરાવતા રાકેશ મનજીભાઇ જાવીયા, પ્યાસા પાન દુકાન ધરાવતા પ્રીમલ શાન્તીભાઇ ડઢાણીયા તથા પ્રનગર પોલીસે પોપટપરા નાલા પાસેથી રીક્ષા ચાલક અલ્તાફ ગફારભાઇ બુધીયા, રેસકોર્ષ રોડ બહુમાળી ભવન ચોક પાસેથી રીક્ષા ભાલક હર્ષદ માવજીભાઇ જેઠવા તથા ગાંધીગ્રામ પોલીસે બજરંગવાડી સર્કલ પાસે ડીલકસ પાન બહાર ગ્રાહકોની ભીડ એકઠી કરનાર ફઝલ ઇલીયાસભાઇ મુલતાની, રૈયા રોડ બ્રહ્મસમાજ ચોક પાસે કોન્ટેકટ મોબાઇલ શોપ નામની દુકાન ધરાવતા સુનીલ રમેશભાઇ પરસવાણી, હનુમાન મઢી ચોકમાંથી દાસ ડીપાર્ટમેન્ટ નામની કરિયાણાની દુકાન ધરાવતા રવિ નટુભાઇ લડુકીયા, હરેશ અરવિંદભાઇ મકવાણા, પંકજ કાનાભાઇ વાઘેલા તથા તાલુકા ,પોલીસે નંદનવન -૨ માંથી ગાત્રાળ ટી સ્ટોલ દુકાન ધરાવતા મોમલ નાથાભાઇ રાતડીયા, મવડી રોડ સોરઠીયા પાર્કમાં શ્રીજી પાન દુકાન ધરાવતા અંકુર ગીરધરધાઇ કતબા, બાપા સીતારામ ચોક પાસેથી રોનક જયંતીભાઇ સોરઠીયા, શ્રીનાથજી પાર્કમાં કોરોન્ટાઇન કરાયેલ ધનજી નાથાભાઇ મોરધરા, મવડી ગામમાંથી હરસિધ્ધિ ડિલકસ પાન અને ચાની દુકાન ધરાવતા તેજશ અમરાભાઇ કછોટ, દોઢ સો ફુટ રોડ વરૂડી ગેરેજ પાસે ભાર્ગવ પાન નામની દુકાન ધરાવતા કેતન ચંદુભાઇ ભુપ, હિતેશ વસંતભાઇ ચૌહાણ, તથા યુનિવર્સિટી પોલીસે રૈયાધાર ઇન્દીરા નગરમાં ચામુંડા પ્રોવિઝન સ્ટોસ દુકાન ધરાવતા જીજ્ઞેશ મોતીભાઇ મીર, શ્યામલ પ્લાઝ, એપાર્ટમેન્ટમાં જય વિર વચ્છરાજ દુકાન ધરાવતા જયેશ રામભાઇ કામરીયા, સાધુવાસવાણી રોડ પર ક્રિષ્ના ડીલકસ દુકાન ધરાવતા પરબત જાદવભાઇ સોલંકી, સિધ્ધનાથ કોમ્પ્લેક્ષમાં મોમાઇ ટી સ્ટોલ ધરાવતા લાલજી લાખાભાઇ રાઠોડ બાલાજી પાન નામની દુકાન ધરાવતા કિશન નરેન્દ્રભાઇ રંજોડીયા, રામેશ્વર કોમ્પલેક્ષમાં પટેલ પાન એન્ડ કોલ્ડ્રીંકસ દુકાન ધરાવતા હાર્દિક પ્રવિણભાઇ બેરા, પેલેસ કોમ્પ્લેક્ષમાં માધવ મેડીકલ સ્ટોર બહાર ગ્રાહકો એકઠા કરનાર રેનીશ માધવજીભાઇ  ફળદુ, ઇલોરા, કોમ્પ્લેક્ષના ક્રીષ્ના ડીલકસપાન એન્ડ ક્રિષ્ના હોટલ ધરાવતા મપા હીરાભાઇ જાદવની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

(3:31 pm IST)