Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

વાળંદ પરિવારનો ધંધો-રોજગાર છીનવાઇ ગયાઃ ન્યાય અપાવવા અરજ

રાજકોટઃ ભકિતનગર સ્ટેશન પ્લોટમાં ચોૈહાણ નિવાસ ખાતે રહેતાં અલ્પેશભાઇ બચુભાઇ ચોૈહાણે પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી પોતે સાંઇઠ વર્ષથી જ્યાં વાળંદ કામની દૂકાન ધરાવતાં હતાં એ દૂકાન બિલ્ડરને કારણે બંધ થઇ ગયાનું જણાવી ન્યાય અપાવવા માંગણી કરી છે. તેણે લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે સાધના ભેળની બાજુમાં અમારી અમદાવાદ હેર કટીંગ નામની દૂકાન હતી .જે બચુભાઇ ગોવિંદભાઇ ચોૈહાણે સાંઇઠ વર્ષ પહેલા ચાલુ કરી હતી. આ જગ્યાએ દસ દુકાનદાર ભાડા કરારથી હતાં. પણ હવે આ જગ્યાએ જાનકી ડેવલપર્સ દ્વારા બિલ્ડીંગ ઉભુ કરાયું છે. જે તે વખતે અમો દૂકાનદારને દૂકાન આપવાનો વાયદો કરાયો હતો. પરંતુ હવે દૂકાન આપવાને બદલે રૂપિયા લઇ લેવાનું કહેવાય છે. અમારી પરિસ્થિતિ ખુબ ખરાબ છે. ધંધો રોજગાર છીનવાઇ ગયા છે. અમારી દૂકાન અમને જાણ કર્યા વગર બારોબાર વેંચાઇ ગઇ છે. અમને ન્યાય અપાવવા અરજ છે. તેમ રજૂઆતમાં વધુમાં જણાવાયું છે. તસ્વીરમાં વાળંદ પરિવારના સભ્યો બેનર સાથે કોમ્પલેક્ષ પાસે બેસી ગયેલા દેખાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(3:02 pm IST)